(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૧
ભાજપની ગુજરાત ગૌરવયાત્રામાં સામેલ થવા માટે સુરત એરપોર્ટ ઉપર સવારે આવેલા કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, જે વ્યકિતએ ચાર પેઢીથી અમેઠીનો વિકાસ ન કર્યો હોય, એ વ્યકિત ગુજરાતના વિકાસની ઉપેક્ષા કરીને મજાક ઉડાવી રહ્યા છે એ એમનો સ્વભાવ છે. અમેઠી લોકસભા ક્ષેત્રમાં પ્રાયમરી હેલ્થ સેન્ટર પણ બનાવી શક્યા નથી. રેલવે લાઈનનો પણ પથ્થર મૂકી શક્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા લાંબા સમયથી કોંગ્રેસના નેતાઓનો ઉત્તરપ્રદેશની અમેઠીની લોકસભા બેઠક ઉપર કબજો છે. આ બેઠકને હવે અંકે કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો હાથ ધરી દેવામાં આવ્યા છે. જેથી આજે વ્યારા ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં હાજરી આપવા જતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એરપોર્ટ ખાતે પત્રકારો સાથે અમેઠીના વિકાસની વાતને ઉચ્ચારી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના પુત્ર જય બાબતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, અમિત શાહના પુત્રએ ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. ન્યાયાલય દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. અમિત શાહ ઉપરની કોંગ્રેસ હાલના બોખલાહત કોંગ્રેસ સત્તા ઉપર હતી, ત્યારે પણ હતી.
અમિત શાહના પુત્રના મામલામાં કોર્ટ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે

Recent Comments