(એજન્સી) તા.૨૮
દેશભરના અનેક શહેરોમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે વિરોધ વંટોળ ચાલી રહ્યો છે ત્યારે દરરોજ દેખાવકારો પર પોલીસ પાશવતાના સમાચારો મળી રહ્યાં છે. ઉ.પ્ર.પોલીસે સગીરોની પણ ધરપકડ કરીને પોલીસ અત્યાચાર કર્યો હતો.
દિલ્હી પોલીસ પર ૧૫ ડિસે.ના રોજ મંજૂરી વગર જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં પ્રવેશવાનો આક્ષેપ છે. ઉ.પ્ર.માં તોફાનોમાં ૧૦૦ લોકો ઘાયલ થયાં હતાં અને ૩ દેખાવકારોને ફાઇરીંગથી ઇજાઓ થઇ હતી. આ તમામ હિંસાઓ દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે શું કહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળ્યો છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવા બદલ ટુકડે ટુકડે ગેંગની ભૂમિકા હોવાનું જણાવ્યું છે જેના કારણે દિલ્હીમાં શાંતિ જોખમાઇ છે. તેમણે પ્રત્યેક મુલાકાતમાં સીએએનો બચાવ કર્યો છે. દિલ્હી પોલીસનો જામિયામાં મંજૂરી વગર પ્રવેશ યોગ્ય છે કે કેમ ? એવા પ્રશ્નનો ઉત્તર તેમણે ટાળવાનો પ્રયાસ કર્યો હતો. અમિત શાહે એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના વડપણ હેઠળ વિપક્ષોે સીએએ પર ગુંચવાડો ઊભો કર્યો છે. દિલ્હીમાં ઘણા લાંબા સમય બાદ લોકો શેરીઓમાં ઉતરી આવ્યાં હતાં અને શાંતિ જોખમાઇ હતી.
હું દિલ્હીના લોકોને જણાવવા માગું છું કે પોલીસ તેનું કામ કરશે પરંતુ શું દિલ્હીમાં શાંતિ જાળવે તેવી સરકાર તમારે લાવવી જોઇએ નહીં ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસ અને શહેરી નક્સલો પર આરોપ મૂક્યો હતો. અમિત શાહ પોલીસ પર કંટ્રોલની વાતો કરે છે પરંતુ પોલીસની પાશવતા પર મૌન જાળવે છે. ભાજપ શાસિત રાજ્યોમાં પોલીસની હિંસક કાર્યવાહીના અહેવાલ મળ્યાં છે પરંંતુ ગૃહ પ્રધાને જણાવ્યું છે કે સૌપહેલા શાંતિ સ્થાપવાનો મુદ્દો આવે છે બાકી દરેક મુદ્દાની પાછળથી ચર્ચા કરી શકાય. અમિત શાહે પોલીસની પાશવતાના અહેવાલો પરના પ્રશ્નોનો જવાબ ટાળવાનો પ્રયાસ કર્યો હતો અને તેમણે માત્ર એકની એક વાત દોહરાવી હતી કે મારી અગ્રીમતા સૌપહેલા શાંતિપૂર્ણ માહોલ જાળવવાની છે.
CAA : અમિત શાહ પોલીસને કંટ્રોલ કરે છે, પરંતુ પોલીસની પાશવતા પર ચૂપ છે

Recent Comments