(એજન્સી)
અશોકનગર, તા.ર૪
શનિવારે મધ્યપ્રદેશમાં એક ચૂંટણી સભા દરમિયાન ભાજપના પ્રમુખ અમિત શાહ મંચ પરથી ઉતરતા ફસડાઈ પડ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના અશોકનગરની છે. જો કે અમિત શાહને કોઈ ઈજા થઈ ન હતી અને તેઓ સ્વસ્થ છે. વીડિયો વાયરલ થતાં તેની ભરપૂર ટીકા-ટિપ્પણી થઈ હતી. એક યૂઝર્સે લખ્યું કે, જુઓ અમિત શાહ કેવા અસ્વસ્થ છે. રાહુલ ગાંધીથી માત્ર પાંચ વર્ષ મોટા છે. એક બીજા યુઝર્સે લખ્યું કે, આ ભાજપના પતનની શરૂઆત છે. પહેલાં હેલિકોપ્ટરમાંથી પડી ગયા. હવે સ્ટેજ પરથી લપસી ગયા. જે ભાજપના પતનની નિશાની છે અને વિપક્ષોના ર૦૧૯માં ઉદયની નિશાની છે. ઘણાંએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.