(એજન્સી) તા.રર
સતિષ મહાદેવરાવ નામના નાગપુર સ્થિત વકીલે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ સમક્ષ એક લેખિત અરજી દાખલ કરી આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ તરફથી તેમને જીવનું જોખમ છે. આ અરજીમાં મહાદેવ રાવે અન્ય ગંભીર આક્ષેપ કરતાં કહ્યું છે કે જજ લોયાનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે નહીં પરંતુ “કિરણોત્સર્ગી ઝેરના” કારણે થયું છે. મહાદેવ રાવની અરજીમાં નીચે મુજબના ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
૧. જજ લોયાએ નિવૃત્ત જજ પ્રકાશ થોંમ્બરે અને એડવોકેટ શ્રીકાંત ખાડેલકર દ્વારા ઓક્ટોબર ર૦૧૪માં મહાદેવ રાવનો સંપર્ક કર્યો હતો. આ સમયે મહાદેવ રાવને જાણવા મળ્યું હતું કે, સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસમાં જજ લોયા પર મહારાષ્ટ્રની વગદાર વ્યક્તિઓનું દબાણ છે.
ર. જજ લોયાએ મહાદેવ રાવ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, ધમકીઓ આપનાર વગદાર વ્યક્તિઓમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સામેલ છે. કથિત રીતે લોયાએ આ પણ કહ્યું હતું કે, તેમને સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને નિર્દોષ જાહેર કરતાં ચુકાદાની નકલ આપવામાં આવી હતી.
૩. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ૧ ડિસેમ્બર ર૦૧૪ના રોજ જજ લોયાના મૃત્યુ પછી આ તૈયાર કરવામાં આવેલો ચુકાદો કથિત રીતે જજ થોંમ્બરે અને મહાદેવ રાવને મોકલવામાં આવ્યો હતો. ખાંડેલકરે મહાદેવ રાવને જણાવ્યું હતું કે, તેની પાસે જજ લોયાના શંકાસ્પદ મૃત્યુ વિશે ‘મહત્ત્વના દસ્તાવેજો અને જાણકારી’ હોવાથી તેનો (ખાંડેલકરનું) જીવ જોખમમાં છે. આ ખાંડેલકરે ર૯ ઓક્ટોબર ર૦૧પના રોજ નાગપુર ડિસ્ટ્રીક્ટ કોર્ટના પરાગણામાં છલાંગ લગાવી રહસ્યમય સંજોગોમાં કથિત આત્મહત્યા કરી હતી.
૪. ૧૬ મે ર૦૧૬ના દિવસે ટ્રેનમાં નાગપુરથી બેંગ્લુરૂ વચ્ચે મુસાફરી કરતી વખતે થોમ્બરે પણ રહસ્યમય સંજોગોમાં હૈદરાબાદ નજીક મૃત્યુ પામ્યા હતા.
પ. ૮ જૂન ર૦૧૬ના દિવસે નાગપુર સ્થિત મહાદેવ રાવની ઓફિસ પર લોખંડના સળિયા અને પાઈપો વડે હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ મહાદેવ રાવ ઓફિસમાં હાજર ન હોવાથી બચી ગયા હતા. તેમણે અંજની પોલીસ સ્ટેશનમાં આ હુમલા વિશે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ નાગપુર પોલીસે આ ઘટના વિશે સ્ટેશન ડાયરી બનાવી ન હતી.
૬. જજ લોયાના મૃત્યુ વિશે દસ્તાવેજો અને પુરાવાઓ એકત્ર કરવા માટે મહાદેવ રાવે વિવિધ આરટીઆઈ અરજીઓ દાખલ કરી હતી. ૬ ફેબ્રુઆરી ર૦૧૮ની મધરાત્રે મહાદેવ રાવના સહયોગી અભિયાન બારાહાટેને એક ધમકીભર્યો ફોન આવ્યો. આ ફોન કથિત રીતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ભાઈ સંજય ફડણવીસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ફોન વિશે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહાદેવ રાવે આક્ષેપ કર્યો હતો કે આ જજ લોયાના મૃત્યુ વિશેના દસ્તાવેજો ગુપ્ત રાખવા માટેનો પ્રયાસ છે.
૭. મહાદેવ રાવે આક્ષેપ કર્યો હતો કે, એકવાર સૂર્યકાંત ગજાનન લોલાગેએ ખૂબ જ વગદાર રાજકીય લોકો અને તેમના મિત્ર એડવોકેટ શ્રી યોગેશ નાગપુરીના સૂચનથી તેમને ધમકી આપી હતી. લોલાગેએ કથિત રીતે મહાદેવ રાવને સમાધાન કરવાનું કહ્યું હતું. તેમ નહીં કરવામાં આવે તો દેવેન્દ્ર ફડણવીસનો પોલીસ અધિકારી પિટિશનર સામે કેસ દાખલ કરશે. મહાદેવ રાવની અરજીમાં આ પણ કહેવામાં આવ્યું છે કે જજ લોયા, એડવોકેટ ખાંડલકર અને એડવોકેટ થોમ્બરેના રહસ્યમય મૃત્યુ વિશેના બધા જ પુરાવાઓ અને દસ્તાવેજો બદલ લોલાગેએ મહાદેવ રાવને રૂા.ર૦૦ કરોડ આપવાની ઓફર કરી હતી. એડવોકેટ ખાંડલકર અને એડવોકેટ થોમ્બરેએ મહાદેવ રાવને આ પુરાવાઓ સુપ્રત કર્યા હતા. જેમાંથી એક પુરાવો દર્શાવતો હતો કે, જજ લોયાનું મૃત્યુ ઝેરી કિરણોત્સર્ગી પદાર્થના કારણે થયું છે. (સૌજન્ય : ન્યુઝ સેન્ટ્રલ ર૭૭ ડોટ કોમ)
જજ લોયાની હત્યા ઝેરી કિરણોત્સર્ગી પદાર્થ દ્વારા થઈ હતી : ર૦૯ પાનાની લેખિત અરજીમાં વકીલે કહ્યું કે, તેને અમિત શાહ તરફથી જીવનું જોખમ છે

Recent Comments