(એજન્સી) તા.૨
મધ્યપ્રદેશના જબલપુરમાં ઓનલાઈન ખાવાનું ઉપલબ્ધ કરાવતી ઝોમેટો દ્વારા બિન હિન્દુના માધ્યમથી મોકલાયેલા ઓર્ડરને નકારી ટિ્વટ કરનાર ગ્રાહક અમિત શુક્લાને પોલીસે નોટિસ ફટકારી છે. તમને જણાવી દઈએ કે અમિત શુક્લા નામના ગ્રાહકે ઝોમેટાના ડિલિવરી બોય પાસેથી ખાવાનું ફક્ત મુસ્લિમ હોવાને લીધે ઈન્કાર કરી દીધો હતો. ઝોમેટોએ ધાર્મિક આધારે નફરત ફેલાવાનાર આ વ્યક્તિને જડબાતોડ જવાબ આપ્યો હતો. જેની સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રશંસા થઇ રહી છે. સમાચાર એજન્સી અનુસાર પોલીસે જ્યારે અમિત શુક્લાનો રેકોર્ડ ચકાસયો તો ચોંકાવનારી વાત સામે અવાી હતી. તેણે અગાઉ માંસાહારી ભોજન મગાવ્યો હતો અને ડિલિવરી બોય પર બિન હિન્દુ હતો. અમિત શુક્લાએ જબલપુરમાં ઝોમેટો પર ખાવાનું ઓર્ડર કર્યું હતું. જ્યારે શુક્લાએ જોયું કે ભોજન આપવા માટે આવેલ વ્યક્તિ મુસ્લિમ છે તો તેણે ઝોમેટોને બીજો ડિલિવરી બોય મોકલવા કહ્યું. તેણે શ્રાવણ મહિનાને લીધે બિન હિન્દુ પાસેથી ભોજન ન સ્વીકારવાની વાત કહી હતી. સાથે જ ઓર્ડર રદ કરી દીધો હતો. તેના પર તેણે અનેક ટિ્વટ પણ કરી. આ મામલાએ વિવાદ સર્જ્યો. જબલપુરના પોલીસ કમિશ્નર અમિત સિંહે આઇએનએસને કહ્યું કે અમે એક નોટિસ જારી કરી છે જે અમિત શુક્લને મોકલી દેવાશે. તેને ચેતવણી અપાશે કે જો ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય કરશે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. તેના પર ચાંપતી નજર રખાઈ રહી છે. સિંહે કહ્યું કે અમે ઝોમેટોને રેકોર્ડ ચકાસ્યો હતો. જાણ થઈ કે અમિત શુક્લાએ અગાઉ ઝોમેટો પર હૈદરાબાદી બિરયાની ઓર્ડર કરી હતી. તે બિન હિન્દુ ડિલીવરી બોય જ લાવ્યો હતો. તે સમયે તેણે વાંધો દર્શાવ્યો નહોતો. અમિતે જે કર્યું તે બંધારણ વિરૂદ્ધ છે. ઉલ્લેખનીય છે કે અમિતે ટિ્વટ કરી હતી કે હાલમાં જ મેં એક ઝોમેટો પર ઓર્ડર રદ કર્યો. તેણે મારૂં ભોજન બિન હિન્દુના હાથે મોકલાવ્યો. તે તેને બદલી નથી શકતા અને રિફંડ પણ કરી શકતા નથી. મેં કહ્યું કે તમે મને ખાવા માટે બાંધી ના શકો. મને પૈસા પાછા નથી જોઇતા અને બસ ઓર્ડર રદ કરી દો.
ઝોમેટોના મુસ્લિમ ડિલિવરી બોય પાસે ભોજન ન લેનાર દંભી અમિત શુક્લા અનેકવાર માંસાહારી ભોજન મંગાવી ચૂક્યો છે, ડિલિવરી બોય પણ બિન હિન્દુ હતો

Recent Comments