(એજન્સી) મુંબઈ, તા. ૨૪
બૉલીવુડની અભિનેત્રી અને મિસ ઇન્ડિયા રહી ચૂકેલી સુસ્મિતા સેનએ એક કાર્યક્રમ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મીડિયા સાથે વાતચીત કરતા સુસ્મિતા સેને જણાવ્યું કે, એક ૧૫ વર્ષના કિશોરએ તેમની સાથે અસભ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. સુસ્મિતા આ ઘટનાને બતાવતા ભાવુક થઈ જાય છે. સુસ્મિતાએ આગળ કહ્યું કે, ઘણીવાર લોકોને લાગે છે કે, અમને આ મુજબની ઘટનાઓનો સામનો નથી કરવો પડતો અમારી સાથે છેડછાડ નથી થતી કારણ કે અમારી આસપાસ બોડીગાર્ડ હોય છે. તો હું તમને જણાવી દઉં કે, દસ બોડીગાર્ડ અને ૧૦૦ લોકોની વચ્ચે પણ લોકો છેડછાડ કરી લે છે. પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેને કહ્યું કે, છ મહિના પહેલા એક એવોર્ડ ફંક્શન દરમિયાન જ્યાં મીડિયા હાજર હતી. આટલા લોકોની વચ્ચે મારી સાથે આવું બન્યું, ભીડનો ફાયદો ઉઠાવી એણે લાગ્યું કે મને ખબર નહીં પડે અને તે બચી જશે.પણ મેં તેનો હાથ પકડ્યો અને તેણે આગળ ખેંચ્યો તો જોયું કે તે એક ૧૫ વર્ષનું બાળક હતું. હું શોક થઈ ગઈ હતી. હું ઇચ્છતી તો ઘણું બધું કરી શકી હોત પણ એ માત્ર પંદર વર્ષનો હતો અને હું તેને અંદર લઈ ગઈ અને તેને કહ્યું કે, હું જો આ વાત લોકોને બતાવીશ તો તારું જીવન બરબાદ થઈ જશે. તો પણ તે કિશોર કહેતો રહ્યો તેણે કંઈ ન કર્યું. જો કે વારંવાર ધમકાવ્યા બાદ તેણે મારાથી માફી માંગી અને વાયદો કર્યો કે, તે આવું ફરી ક્યારે નહીં કરે.
અભિનેત્રીએ આગળ કહ્યું કે, મેં તેની વિરૂદ્ધ કોઈ એક્શન ના લીધું કારણ કે મને માલુમ હતું કે, ૧૫ વર્ષના કિશોરને એ ન હતું શીખવાડવામાં આવ્યું કે આવી હરકત કરવી અપરાધ છે, મનોરંજન નથી. મેં તેને કહ્યું કે, જો તેણે ફરીવાર આવું કર્યું તો તેનો ચહેરો એને જોઈ લીધો છે. જેથી આપણે સેલ્ફ ડિફેન્સ શીખવું જોઈએ. જે લોકો છેડછાડથી આગળ વધીને રેપ કરે છે એવાને તો ફાંસી પર લટકાવી દેવા જોઈએ. નોંધનીય છે કે ૨૧ મે ૧૯૯૪માં તેઓને મિસ યુનિવર્સના તાજથી નવાજવામાં આવ્યા હતા અને સોમવારે તેઓએ ૨૪ વર્ષ પૂરા કરી લીધા છે. હકીકતમાં અમિતાભે ગત મહિને પોતાની ફિલ્મ ‘૧૦૨ નૉટ આઉટ’ના ગીત લોન્ચિંગ પર પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ ઇવેન્ટમાં પત્રકારોએ તેઓને કઠુઆ ગેંગરેપ-હત્યા અને ઉન્નાવ પર પ્રતિક્રિયા માગી ત્યારે અમિતાભે કહ્યું હતું કે, તેઓને આ ઘટનાની વાત કરવામાં ધૃણાસ્પદ લાગે છે. આ સંબંધમાં બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાનનો ચહેરો રહી ચૂકેલા બચ્ચને કહ્યું હતું કે, આના વિશે વાત કરવી દુઃખદાયી છે. આવા જવાબને લઈને અભિનેતા પ્રકાશ રાજે પણ અમિતાભ બચ્ચનની નિંદા કરી હતી. અને કહ્યું હતું કે, અમિતાભ બચ્ચને કઠુઆ ગેંગરેપ મામલે બોલવું જોઈએ કારણ કે તેમની અવાજ સારી છે. તેમનું ન બોલવું એમની કાયરતા છે. હું આ ઘટના પર તેમના બોલવાની અપીલ કરું છું. આ મારો હક છે. હું ઇચ્છતો હતો કે તે કંઈ બોલે પણ તેમણે બોલવાનો ઇન્કાર કર્યો.