International

એમનેસ્ટીની યોજના હેઠળ દસલાખ ઇમિગ્રન્ટ્સ સઉદી અરેબિયા છોડી જશે

(એજન્સી)                           તા.૧૯

કામગાર અને સામાજિક વિકાસ મંત્રાલય તથા પાસપોર્ટના જનરલ ડાઇરેક્ટોરેટના એક અધિકારીના જણાવ્યાં પ્રમાણે,  એમેનેસ્ટીની યોજના હેઠળ રેસીડેન્સી અને શ્રમ ઉલ્લંઘન કરનારા સામે છંછેડેલા અભિયાનને પૂર્ણ થવામાં હજુ ૭૦ દિવસ બાકી રહ્યાં છે ત્યારે આ અભિયાનના પ્રાથમિક તબક્કે સકારાત્મક પરીણામો મળ્યાં છે. આ અભિયાનની મદદથી નિયમોનું ભંગ કરવા બદલ  ઉલ્લંઘન કરનારાઓને કોઈપણ પ્રકારનો દંડ ભોગવ્યાં વિના દેશ છોડી જવામાં મદદ કરવામાં આવી રહી છે. ઇમીગ્રન્ટ્‌સને જરુરી એવા એક્ઝિટ ફિંગરપ્રિન્ટ આપવામાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે. ત્યારબાદ આ લોકોને કાયદેસર રીતે ફરી સાઉદી અરબમાં પ્રવેશવા માટેની પરવાનગી આપવામાં આવશે. આ અભિયાનમાં ૧૯ જેટલી સરકારોએ અ નેશનલ વિધાઉટ વાયોલેટર્સ(ભંગકર્તા વિનાનો રાષ્ટ્ર) ભાગ લીધો છે. જેમાં તેઓ લગભગ એક મિલિયન જેટલા ઉલ્લંઘનકર્તાઓને ત્રણ મહિનામાં દેશની બહાર જતા રહેવામા મદદ કરી રહ્યાં છે. આ અભિયાનની શરુઆત લગભગ ચાર મહિના અગાઉ કરવામાં આવી હતી. હજુ સુધી પ.પ મિલિયન જેટલા ઇમીગ્રન્ટ્‌સને દેશ બહાર મોકલી દેવામાં આવ્યાં છે.

ટિ્‌વટર એકાઉન્ટની મદદથી પણ જનરલ ડાઇરેક્ટોરેટ ઓફ પાસપોર્ટ લોકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ દરરોજ જુદી જુદી ભાષાઓ, ઉર્દુ, અંગ્રેજી, ઇન્ડોનેશિયન, અરેબિક અને અન્ય ભાષાઓમાં ટિ્‌વટ કરીને લોકોને એ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરે છે કે તેઓ કેવી રીતે માર્ચ ર૯મીએ લોન્ચ કરાયેલા અભિયાનનો લાભ લઇ શકે છે. આ અભિયાનને પગલે મોટાભાગના ઉલ્લંઘનકર્તા પાસપોર્ટ ઓફિસે પહોંચી રહ્યાં છે. લગભગ ૧૩ જેટલા શહેરોમાં આવેલા ૮૦ જેટલા સ્થળોએ મોટી સંખ્યામાં ગેરકાયદે ઇમીગ્રન્ટ્‌સ પહોચી રહ્યાં છે. જેમાંથી આવા સ્થળોની વહેંચણી કરી દેવાઇ છે. જેમ કે રિયાધમા એક, ક્વાસિમોડોમાં સાત, મક્કામાં ૧ર, અલ-બાબામાં બે, અસીરમાં ૩, મદીનામાં ૪ અને જઝાનમાં બે, હેલમાં ૩, નજરાનમાં પ, અલ જોદાહમાં ૪, તબુકમાં ૬ અને પૂર્વીય પ્રાંતમાં છ સ્થળોની વહેંચણી કરી દેવામાં આવી છે.

Related posts
International

ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

(એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
Read more
International

પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

(એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
Read more
International

ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.