(સંવાદદાતા દ્વારા) આમોદ, તા.૨૧
આમોદ નગરમાં પણ રેશનકાર્ડ ધારકો માટે કૂપન કાઢવા એક જ કોમ્પ્યુટર સિસ્ટમ મુકવામાં આવેલ છે. જ્યાં તાલુકાના મોટાભાગના રેશનકાર્ડ ધારકોએ સમય, પૈસાનો બગાડ કરીને કલાકો સુધી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડે છે અને સમય પર કૂપન ના નીકળતા તેમજ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી ઊભી થતા ગ્રાહકોએ વીલા મોઢે પાછું જવું પડે છે. આપની કચેરીમાં અન્ય એક કોમ્પ્યુટર પર કૂપન કાઢી આપવામાં આવે છે પરંતુ સરકારી પાંચ રૂપિયા ફી સામે ગરીબ લોકો પાસેથી મહેનતના વધુ પાંચ રૂપિયા લેવાતા હોવાની ફરિયાદો ઊઠી છે. જેની તપાસ કરી સંડોવાયેલ સામે યોગ્ય પગલા લેવામાં આવે. સાથે-સાથે દરેક ગામમાં કૂપન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે અને મામલતદાર કચેરીમાં પણ રેશન કાર્ડની કૂપનો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આમોદ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો પ્રજાજનોની સમસ્યાઓ ઉપર પરત્વે ધ્યાન આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આગેવાન મેહબૂબ કાકુજી દ્વારા ઉચ્ચારવા આવી હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ નગર પાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આમોદ તાલુકાની પ્રજાને સસ્તા અનાજની દુકાનો ઉપર કૂપન માટે ભારે હાલાકી

Recent Comments