(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા, તા. ર૪
અમરેલીના લોર ગામોમાં બસની સુવિધા ઉપલબ્ધ નથી ! અહીં લોર ફીસરી માણસા એભલવડ સહિતના પાંચથી વધુ ગામો વચ્ચે એક સરકારી હાઈસ્કૂલ આવેલી છે. જેમાં ૮થી ૧૦ એટલે કે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ અહીં સરકારી શાળામાં જ થાય છે પરંતુ અહીં આજના ડીજીટલ યુગમાં પણ પંથકના ૧૨૪ બાળકોને બસ સેવા ન હોઈ રોજ સ્કૂલે ચાલીને આવવું પડે છે તે નરી વાસત્વિકતા છે.
અમરેલી જિલ્લાના લોર ગામમાં એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ એસટી બસના વાંકે હેરાન પરેશાન છે. અત્રે લોર ગામમાં એક માત્ર સરકારી હાઇસ્કૂલ છે. જેમાં આજુબાજુ પાંચથી છ ગામોના ૮થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ ભણાવ આવે છે. જે હાઇસ્કૂલમાં પહોંચવા તેમને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં પાંચ ગામ વચ્ચે એક સરકારી સ્કૂલ છે. ત્યાં પહોંચવા કોઈ સરકારી બસ સેવા નથી જેથી બાળકોને પાંચથી આઠ કિ.મી. ચાલીને આવવું પડે છે. જેથી સમય બગડી રહ્યો છે અને ભણતર પણ હાલ બગડી રહ્યું છે. ચોમાસાના કારણે નદી નાળાઓમાં પણ પાણી હોય છે. ત્યારે બાળકોને ઘર તરફ જીવના જોખમે ચાલીને પલળીને પહોંચવું પડે છે. ચોમાસાના વરસતા વરસાદમાં વિદ્યાર્થીનીઓને વિશેષ તકલીફ પડી રહી છે. છતાં સરકા હાલાકી દૂર કરવાને બદલે માત્ર બેટી બચાવો બેટી પઢાવોનું સૂત્ર આપી સંતોષ માને છે !
આ અંગે ગ્રામ્ય જન ડી ડી વરૂ જણાવે છે કે, તેની અનેકો માગણી હોવા છતાં તે માંગ પૂરી થતી નથી અને ભણતા બાળકો તેમજ દર્દીઓને હાલાકી પડી રહી છે. જેથી નિયમિત બસ મળે તે જરૂરી છે. નહીં તો આંદોલનનો માર્ગ પણ અપનાવીવો પડશે. અહીના વિદ્યાર્થીઓ પરેશાન છે. ત્યારે સરકાર તુરંત ઘટતું કરે તે જરૂરી છે.