અમરેલી, તા. ૩
બાબરા બસ સ્ટેન્ડ નજીક ટ્રક પાછળ બાઈકને અસટી બસે અડફેટે લેતાં બાઈકસવાર બે જણાનાં મોત નિપજ્યા હતા. જ્યારે બસના નવ મુસાફરોને ઈજા પહોંચી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર બાબર બસસ્ટેન્ડ નજીક આજે બપોરે ત્રણથી સાડા ત્રણ વાગ્યા દરમ્યાન શિવમ કોમ્પ્લેક્ષ પાસે એક ટ્રક જઈ રહ્યો હતો. ટ્રક પાછળ એક ડબલ સવાર બાઈક ચાલક જઈ રહ્યો હોઈ અને બાઈક ચાલક પાછળથી એસટી બસ આવી રહી હોઈ જેમાં ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક ચાલકે પણ બ્રેક મારી દીધું હતું પરંતુ બાઈક પાછળ આવી રહેલ ભૂજ-ભાવનગર રૂટની એસટી નં જીજે-૧૮ઝેડ-૨૫૬૬ ના બસના ચાલકની બ્રેકના લાગતા ટ્રક પાછળ ડબલ સવાર બાઈક ચાલકને અડફેટે લઇ લીધા હતા. જેમાં બાઈક ચાલક ટ્રક અને બસ વચ્ચે કચડાઈ જતા બાઈક ચાલક દેવશી ભવાનભાઈ કાપડિયા (ઉ.વ.૪૦) અને અરવિંદ ભીમભાઇ બરવાડીયા (ઉ.વ.૫૫) રહે બંને વીરનગર તાલુકો જસદણ વાળના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે એસટી બસ ચાલકે પોતાની બસની બ્રેક મારતા અંદર બેસેલ મુસાફરો પૈકી ૯ ને ઇજા થવા પામી હતી. આ અંગે બાબરા પોલીસમાં એસટી બસ ચાલક સામે ભરતભાઈ લાલજીભાઈ કાપડિયા રહે વીરનગર વાળા એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ હતી.
બાબરા બસ સ્ટેન્ડ નજીક એસટી બસે બાઈકને અડફેટે લેતાં બેનાં મોત : બસના નવ મુસાફરોને ઈજા

Recent Comments