અમરેલી, તા.૮
આંતરરાષ્ટ્રીય કિંમતો ઓછી હોવા છતાં પેટ્રોલ-ડીઝલ તથા ગેસના ભાવમાં કમરતોડ વધારો થતાં તા.૧૦/૯/ર૦૧૮ના રોજ અમરેલી બંધનું એલાન જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આપેલ છે. પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધી રહ્યા છતાં પણ અચ્છે દિનની ગુલબાંગો ફેંકતી ભાજપ સરકારના કોઈ પણ પ્રતિનિધિઓ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા અંગે કશું બોલતા નથી. આથી, તા.૧૦/૯/ર૦૧૮ના રોજ અમરેલી બંધનું એલાન જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આપવામાં આવેલ છે.