(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૦
ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા પ્રિયંકા ગાંધીની અટકાયતના પગલે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા તેમજ રસ્તા રોકો આંદોલન કરતા કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરેલ હતી. ઉત્તરપ્રદેશમાં જમીન પ્રકરણ બાબતે થયેલ ગોળીબારમાં ૧૦ વ્યક્તિઓનાં મોત મામલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી દ્વારા ભોગ બનનારના પરિવારને મળવા અને સાંત્વના આપવા મુલાકાતે જવા, યુપી પોલીસ દ્વારા પ્રિયંકા વાડ્રાની ધરપકડ કરી હતી. જે બનાવને લઈ સમગ્ર દેશના કોંગી નેતાઓ તેમજ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરેલ હતો. અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધપક્ષના નેતાની હાજરીમાં પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં રસ્તા રોકો આંદોલન તેમજ ધરણા જેવા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવા વિરોધ પક્ષના નેતા સહિત કોંગી આગેવાનોની અમરેલી સીટી પોલીસે અટકાયત કરેલ હતી.