અમરેલી,તા.૧૭
અમરેલીમાં આજે વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે કોંગ્રેસ દ્વારા હેલમેટ પહેરી ગોળાફેક મોદીના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતા તેમજ કાર્યકરોની પોલીસે અટકાયત કરી રપ કિ.મી. દુર લાઠી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પત્યા બાદ તેઓને મુકત કરવામાં આવ્યા હતા.
અમરેલીમાં આજે વડાપ્રધાન મોદીનો જાહેરસભાનો કાર્યક્રમ હોઈ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીના ગોળાફેકના કારણે કોંગ્રેસના નેતા અને કાર્યકરોને આ ગોળો માથામાં પડે તે માટે હેલમેટ પહેરી અનોખો કાર્યક્રમ ઘડેલ હતો. જેમાં મોદીના અમરેલીમાં આગમન પહેલા જ કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુંમર તેમજ ધારાસભ્ય પરેશ ધાનાણી સહિતના નેતા કાર્યકરોની પોલીસે અટકાયત કરેલ હતી.