(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૮
અમરેલી એલસીબી પોલીસે જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામેથી ૯ શખ્સોને રોકડ રૂપિયા ૧૭,૭૬૦અને જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામેથી ૬ શખ્સોને રોકડ રૂપિયા ૨૭,૩૬૦ અને ૪ બાઈક મળી કુલ ૧,૨૭,૫૬૦ના મુદ્દમાલ સાથે બંને રેડમાં કુલ ૧૫ શખ્સો દોઢ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયેલ હતા. અમરેલી એલસીબી પોલીસે જુગાર રમતા ઈસમો ઉપર ઘોસ બોલાવી જુદી જુદી બે રેડ પાડી પંદર શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં બાબરાના ધરાઈ ગામે બાવળની કાંટમાં જુગાર રમી રહેલ નવ જણાને રોકડા રૂા.૧૭,૭૬૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨, પાથરણું વિ.મળી કુલ રૂ.૧૭,૭૬૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હતા જયારે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ટોર્ચ લાઈટના અંજવાળું પાડી જુગાર રમતા ૬ જણાને રોકડા રૂા.૨૭,૩૬૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર અને મોટરસાઇકલ નંગ-૪, કિં.રૂા.૧,૦૦,૦૦૦/- તથા ટોર્ચ નંગ-ર, કિં.રૂ.૨૦૦/- સહિત જુગારના સાહિત્ય સાથે કુલ રૂ.૧,૨૭,૫૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.