અમરેલી તા.૩
અમરેલી ડીસ્ટ્રીકટ કોર્ટના જજના ઘરમાં તસ્કરોએ પ્રવેશ કરી રોકડ તેમજ સોનાં ચાંદીના દાગીના સહીતની રૂપિયા ૬૯૫૦૦ની મતાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જજ તેમજ તેમનો પરિવાર જામનગર ગયેલ ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપેલા અત્રે ઉલ્લેખનીય છે કે જજ રહે છે તે સુખનિવાસ કોલોનીમાં કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ રહે છે અને ત્યાં તસ્કરોએ ચોરી કરી પોલીસને ચેલેન્જ આપેલ હોઈ તેવું લાગી રહયું છે…
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા અને કોર્ટના જજો તેમજ જિલ્લાના સનદી અધિકારીઓ જ્યાં રહે છે તે સુખનિવાસ કોલોનીમાં તસ્કરો એ જજના ઘરમાં ચોરી કરી પોલીસને ચેલેન્જ ફેંકી હોઈ તેવું લાગી રહયું છે સુખનિવાસ કોલોનીમાં ડી-૨માં રહેતા અને ડીસ્ટ્રીકટ કોર્ટમાં એડિશનલ સિવિલ જજ ફર્સ્ટ ક્લાસ તરીકે નોકરી કરતા જુજર અબ્બાસ રંગવાલા ગત તા.૧/૯ના રોજ પોતાના પરિવાર સાથે જામનગર ખાતે જતા પાછળથી કોઈ તસ્કરોએ જજ રંગવાલા ના ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કરી કબાટોમાં રાખેલ સોનાના દાગીના જેમાં (૧) બે જોડી સોનાની બુટ્ટી વજન ૧૬ ગ્રામ કિ.રૂ.૩૫,૦૦૦/- તથા (૨)ચાંદીના પાંચ સીક્કા કિ.રૂ.૪૫૦૦/- તથા (૩) એક ચાંદીનો સેટ બુટ્ટી,ચેઇન,પેન્ડલ,તથા બેજોડી વીંટી,તથા બંગડી મળી કિ.રૂ.૩૦૦૦/- (૪)એક મો.ફોન કિ.રૂ.૫૦૦/- (૫) છ કાંડા ઘડીયાળા કિ.રૂ.૬૫૦૦/- તથા રોકડા રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ રૂ.૬૯,૫૦૦/- નો મુદ્દામાલ ની કોઇ તસ્કરો ચોરી કરી જતા જજ રંગવાલા ના પત્ની ફાતેમાબેન એ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી પી.આઇ.આર.વી. દેસાઈ એ તપાસ હાથ ધરી છે.