(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૮
ભાજપના વિકાસના મુદ્દાએ સોશિયલ મીડિયા ઉપર ભારે રમૂજ ફેલાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ હરકતમાં આવ્યા છે અને ઉત્સાહમાં ભાજપ વિરૂદ્ધના કાર્યક્રમો કરી રહ્યા છે. અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જાહેર સભા કરી ગયા બાદ અમરેલીની કોંગી નેતાઓ પણ ઉત્સાહમાં હોઈ આજે ભાજપ સરકાર વિરૂદ્ધ ગાડા તેમજ ટ્રેક્ટર રેલી કાઢી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર આપી જાહેરસભા યોજી હતી. અમરેલીમાં પણ કોંગ્રેસે ચૂંટણી જીતવા ખેડૂતોનો ઉપયોગ કરી કુંકાવાવ રોડ ઉપર આવેલ વી.કે.ફાર્મ હાઉસ ખાતેથી ખેડૂતોના પ્રશ્ને ગાડા તેમજ ટ્રેક્ટર રેલીનું જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ સાંસદ વીરજીભાઈ ઠુમ્મરની આગેવાનીમાં આયોજન કરાયું હતું. આ રેલી સેન્ટર પોઇન્ટ ખાતે પહોંચી સિનિયર સિટીજન પાર્ક ખાતે કોંગ્રેસના નેતાઓએ જાહેર સભા યોજી હતી.
અમરેલીમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું

Recent Comments