અમરેલી તા ૨૫
અમરેલીમાં દોઢ માસ પેહલા સામુ જોવા બાબતે થયેલ માથાકૂટની દાજ રાખી પાંચ શખ્સોએ છરી તથા પાઇપ વતી યુવાન ઉપર હુમલો કરી ઇજા પહોંચાડતા સીટી પોલીસમાં હુમલો કરનાર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીમાં બહારપરા વસાણી ઓઇલ મિલ રોડ ઉપર રહેતો વિરકુ દિનુભાઈ વાળા ઉવ-૧૮ની સાથે દોઢ માસ પેહલા અસગર ખલીફા અને જાવેદ પઠાણ નામના શખ્સ સાથે સામું જોવા બાબતે માથાકૂટ થયેલ અને બોલાચાલી થયેલ હતી જે બાબતની દાજ રાખી ગુરૂવાર રાત્રીના વિરકુ વાળા બાઈક લઈને નીકળતા જેની પાછળ (૧) અસગર ખલીફા (૨) જાદેવ પઠાણ (૨) ફરીદ ઉર્ફે ભદો અગવાન (૪) ફેજલ પઠાણ (૫) એક અજાણ્યો ઇસમ રહે. બધા અમરેલી વાળા ગયા હતા અને વિરકુ વાળા સિવિલ હોસ્પિટલ પાછળ દવાના ગોડાઉન પાસે પહોંચતા બાઈક ઉપરથી અસગર ખલીફાએ છરી વતી હાથની કોણી તેમજ પગના પંજા ઉપર વિરકુ ઉપર હુમલો કરી બાઈક પરથી પછાડી દઈ બાદમાં સાથેના ચાર શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ વતી આડેધડ માર મારી ઇજા કરતા સારવારમાં ખસડેલ હતો જ્યાં પાંચેય વિરૂદ્ધ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ હતી.