અમરેલી, તા. ૧૦
અમરેલીમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિની સહેલી સાથે બજારમાં કામ અર્થે ગઈ હતી. ત્યારે એક યુવાને તેને રસ્તામાં રોકી તેની છેડતી કરી તેનો મોબાઈલ આચકી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમરેલીની પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતી અને રાજુલા પંથકમાં રહેતી વિદ્યાર્થિની પોતાની સહેલી સાથે બજારમાં કામ અર્થે ગઈ ત્યારે માર્કેટયાર્ડ રોડ ઉપર એક બાઈક ઉપર આવેલ યુવાને વિદ્યાર્થિની છેડતી કરી હતી અને વિધાર્થિનીનો મોબાઈલ માંગેલ જેથી વિદ્યાર્થિનીએ મોબાઈલ ના આપતા તેને કહ્યું કે તું મને નથી ઓળખતી હું કોઈથી ડરતો નથી તારે જેને કેહેવું હોઈ તેને કહી દેજે તેમ કહી વિદ્યાર્થિનીનો મોબાઈલ આંચકી લઇ ગયેલ અને જેથી બંને વિદ્યાર્થિની હોસ્ટેલ જવા નીકળી ગયેલ અને કેરીયા રોડ પાસે પહોંચતા બાઈક છેડતી કરનાર યુવાન ફરી બાઈક લઈને આવેલ અને મોબાઈલ પરત આપી દીધેલ અને કહ્યું કે હું યુવરાજ શિવકું કાઠી છું છેડતી તો થશે અને મોબાઇલમાંથી વિદ્યાર્થિનીની માતાનો નંબર લઇ લીધેલ હોઈ જેથી તેને પણ યુવરાજ શિવકું કાઠીએ ફોન કરી ગાળો આપી હતી જેથી વિદ્યાર્થિનીએ સિટી પોલીસમાં યુવરાજ શિવકું કાઠી સામે ફરિયાદ નોંધાવેલ હતી.
અમરેલીમાં લુખ્ખાએ સરાજાહેર યુવતીની છેડતી કરી મોબાઈલ આંચકી લીધો

Recent Comments