અમરેલી, તા.૬
અમરેલીમાં મહિલાના પુત્ર સાથે અગાઉ થયેલ માથાકૂટનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ લાકડી, કુહાડા અને પાઇપ વડે મહિલા ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના સંધિ સોસાયટી હુશેની ચોકમાં રહેતા ઝરીનાબેન ઇબ્રાહીમભાઇ ખોખર (ઉ.વ.૪૫)ના પુત્ર સાથે અગાઉ શાબીર ઉર્ફે દીકુ ઉષ્માન ગોરી, ઇમરાન યુસુફભાઇ ચૌહાણ, અમીન ઉષ્માન ગોરી, સલીમ મજૂભાઇ ડોડિયા સાથે માથાકૂટ થયેલ અને તેની દાજ રાખી ઝરીનાબેન સાથે ઉપરોક્ત ચારેય શખ્સોએ માથાકૂટ કરી એકસંપ કરી લાકડી તેમજ પાઇપ અને કુહાડા વડે ઝરીનાબેન ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઝરીનાબેન ઇબ્રાહીમભાઇ ખોખરે અમરેલી સિટી પોલીસમાં ઉપરોક્ત ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમ.કે. ગોહિલે તપાસ હાથ ધરી છે.