અમરેલી, તા.ર૮
અમરેલીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો ભારત બચાવો અંતર્ગત મૌન રેલી યાજાઈ હતી જેમાં મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો અને વિવિધ બેનરો સાથે સતા પક્ષ સામે એનઆરસી તેમજ સી.એ.એ નો વિરોધ કર્યો હતો કોંગ્રેસના નેજા હેઠળ યોજાયેલ રેલીમાં મોંઘવારી તેમજ બેરોજગારી વિરુદ્ધ પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
દેશમાં સતા પક્ષ ભાજપ દ્વારા હાલમાંજ દેશના ભાગલા પાડવા જેવી નીતિ ઈખ્તિયાર કરી એન.આર.સી તેમજ સી.એ.એ જેવા કાયદાઓ ઘડી દેશના સંવિધાન ને નુકશાન પહોંચાડી રહયા છે તેના વિરોધમાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાંજે ૪ વાગ્યે એક મૌન રેલી કાઢવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એનઆરસી તેમજ સી.એ.એ કાયદાનો વિરોધ તેમજ દેશમાં મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દે મૌન રેલી કાઢી હતી.સરદાર સર્કલથી સરદાર પટેલ પ્રતિમા પર ફુલહાર કરી રેલીની શરૂઆત કરવામાં આવી હતી અને આ રેલી બસ સ્ટેન્ડ પાસે બાબા આંબેડકર પ્રતિમા સુધી નીકળી હતી અને ત્યાં ડો ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટીથી શ્રદ્ધાંજલિ આપી રેલી પૂર્ણ કરવામાં આવી હતી રેલીમાં હિન્દૂ મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં જોડાયો હતો,આ રેલીમાં કોંગ્રેસના લાઠી બાબરા નાધારસભ્ય વીરજીભાઈ ઠુંમર તેમજ રાજુલના ધારાસભ્ય અંબરીશ ડેર,તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા,કોંગ્રસના મહિલા અગ્રણી હંસાબેન જોશી શરદભાઈ ધાનાણી સહિતના કોંગ્રસના આગેવાનો હાજર રહેલ હતા.
બંધારણ ને તોડનાર કોમી પરિબળો સતા પર આવ્યા છે : વીરજીભાઈ ઠુંમર
આજે અમરેલી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ યોજાયેલ મૌનરેલી બાદ લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે બંધારણ તોડનાર કોમી પરિબળો આ દેશની સત્તામાં આવ્યા છે,બાબા સાહેબનું ઘડેલું બંધારણ તોડવાના જે પ્રયાસ થઇ રહયા છે જેના વિરોધમાં આ મૌન રેલી કાઢી અને વિરોધ કરવામાં આવ્યો હતો,આર.એસ.એસ ઉપર પ્રતિબંધ મુકવા જેણે કામ કર્યું હતું તે સરદાર પટેલના આશીર્વાદથી અમે રેલી કાઢી હતી…
દેશના છેવાડાના માનવી પણ સતા પક્ષથી નારાજ છે : ધારાસભ્ય અંબરીશ ડેર
દેશની આઝદીમાં જે સંસ્થાએ મોટો ભાગ ભજવાયો છે તે સંસ્થાના ૧૩૫ મી વર્ષ ગાંઠ છે ત્યારે છેવાડાના માણસને ઉજાગર કરવા કોંગ્રેસ દવારા તેમણે શું કામો કર્યા તે સમજવું જરૂરી છે, દેશની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની શાસન પધ્ધતિ તેમજ કાર્યશૈલી થી છેવાડાનો માણસ નારાજ હોઈ તેવું ચોકક્સ લાગી રહયું છે, આજે દેશની સતા પક્ષ દેશના બધા વર્ગને છિન્નભિન્ન કરવાની કામગીરી કરી રહયા છે તેને ઉજાગર કરવા આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે કરેલ યોગદાન એન અટુતતા અને એકતાના ખ્યાલ આપવો જરૂરી છે.