(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૪
અમરેલીનું માર્કેટયાર્ડ ૧૯પરમાં ડો.જીવરાજભાઈ મહેતાએ જમીન એકવાયર કરી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અમરેલીમાં માર્કેટયાર્ડની શરૂઆત ફક્ત ૧૮ વીઘા જમીનથી કરેલ હતી. ત્યારબાદ ૬પ વર્ષે માર્કેટયાર્ડના ચેરમેન તરીકે શ્રી પી.પી. સોજીત્રાના અથાગ પ્રયત્નોથી ૮૦ વીઘા ગાયકવાડી જમીન ખેડૂતો પાસે ખરીદ કરી રૂા.૧રપ/- કરોડના ખર્ચે દેશના અલ્ટ્રામોર્ડન માર્કેટયાર્ડમાં ર,પ૦,૦૦૦ ચો.ફૂટના શેડ, દરેક ખેડૂતો માટે ફાર્મર ટ્રેનિંગ સેન્ટર, જમીન ચકાસણી લેબોરેટરી સાથે દેશમાં સૌપ્રથમ અમરેલી માર્કેટયાર્ડમાં આવતા તમામ ખેડૂતો અને વેપારીઓને રહેવા, જમવાની તદ્દન ફ્રી (વિનામૂલ્યે) સુવિધા આપવાનો શ્રેય માર્કેટયાર્ડના ચેરમેનશ્રી પી.પી. સોજીત્રાને જાય છે. આવા ખેડૂતો માટેના ક્રાંતિકારી નિર્ણય કરી શ્રેષ્ઠ સુવિધાસભર એવા અમરેલી માર્કેટયાર્ડનું તા.૧૭/૦૯/ર૦૧૭ને રવિવારના રોજ બપોરે રઃ૦૦ કલાકે સાવરકુંડલા રોડ પર નવા માર્કેટયાર્ડ પર દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. તેમજ ઉદ્‌ઘાટન સાથે જંગી જાહેરસભાને સંબોધન કરશે. જેમાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે તેમજ શ્રી શ્રી રવિશંકર મહારાજ વગેરે અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્‌ઘાટનવિધિ સંપન્ન થશે. આ ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં જિલ્લાભરના તમામ લોકો ઉપસ્થિત રહે અને અમરેલી માર્કેટયાર્ડ સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ વધારવામાં આપસૌ સહભાગી બનશો તેવી માર્કેટયાર્ડના સેક્રેટરી શ્રી પરેશભાઈ પંડ્યાની યાદીમાં જણાવે છે.