(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૧
ભાવનગર તરફથી બે ઇસમો જીજે-૪-એકે-૧૨૩૫ નંબરના મો.સા. ઉપર બાબરા તરફ જાય છે અને તેમની પાસે રદ્દ થયેલ ચલણી નોટો છે તેવી ચોક્કસ બાતમી આધારે ચાવંડ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ભાવનગર તરફથી મો.સા. ઉપર બે ઇસમો આવતાં તેમને રોકી ચેક કરતાં તેમના નામ (૧) અનિરૂદ્ધસિંહ ઉર્ફે મુન્નાભાઇ ખુમાનસિંહ ગોહિલ, રહે.ઉખરલા, તા.ઘોઘા, જિ.ભાવનગર તથા (ર) રાજુભાઇ મોહનભાઇ સોલંકી, રહે.રાજપરા, તા.સિહોર, જિ.ભાવનગર વાળા હોવાનું જાણવા મળેલ અને તેમની પાસે એક સ્કૂલબેગ જેવો થેલો હોય જે થેલો ચેક કરતાં થેલામાંથી રૂા.૧૦૦૦/-ના દરની ભારતીય ચલણી નોટ નંગ-૧૫૦૦, કિં.રૂા.૧૫,૦૦,૦૦૦/- તથા રૂા.૫૦૦/-ના દરની નોટ નંગ-૧૬૫૦, કિં.રૂ.૮,૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૨૩,૨૫,૦૦૦/- ની કિંમતની જુની રદ્દ થયેલ ભારતીય ચલણી નોટો મળી આવતાં જેનો તેમની પાસે કોઈ આધાર કે પુરાવો કે કોઈ ઓથોરિટી લેટર ન હોવાને જણાવતાં આ જુની રદ્દ થયેલ નોટો, કિં.રૂ.૨૩,૨૫,૦૦૦/-ની તથા મો.સા. કિં.રૂ.૨૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન, કિં.રૂ.૫૫૦૦/- તથા સ્કુલબેગ જેવો થેલો મળી કુલ કિં.રૂ.૨૩,૫૦,૫૦૦/-નો મુદ્દામાલ કબજે લઇ પકડાયેલ બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરી લાઠી પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે.