(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા. ૧૮
અમરેલીના એસબીઆઈના અમુક કર્મચારીઆ ગ્રાહકો સાથેના ગેરવર્તનથી બેંકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ બેંકના અમુક કામથી ભાગતા કર્મચારીઓ પોતાના મનઘડત નિયોમો ગ્રાહકોને બતાવી હેરાન પરેશાન કરી રહ્યા છે. જ્યારે આ જ બેંકના અમુક કર્મચારીઓ દ્વારા પ્રસંશનિય કામગીરી કરી ગ્રાહકોને સાચું માર્ગદર્શન આપી જવાબદારી પૂર્વક કામ કરી બેંકની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે.
અમરેલીની એસબીઆઈમાં વર્ષોથી ખાતા ધરાવતા અને આ બેંકમાં મહિને અનેક વ્યવહારો કરતા ગ્રાહકોને એસબીઆઈ બેંકના કર્મચારીઓ પોતના મનઘડત નિયમો બતાવી હેરાન પરેશાન કરી રહ્યા છે. રોજબરોજ બેંકના કર્મચારીઓ દ્વારા નિત નવીન ખોટા નિયમો ઘડી ગ્રાહકોને હેરાન કરી રહ્યા છે. પોતાનો કામ ના કરવું પડે એટલે બેંકમાં મુકવામાં આવેલ સીડીએમ મશીનમાં ગ્રાહકને વ્યવહારો કરવાનું કહે છે તેમજ જમા કરવાનું ફોર્મ ભરી ગ્રાહક પૈસા ભરવા બારીએ આવે છે તો તેમને નિયમો બતાવી ત્યાંથી કાઢી મૂકી સીડીએમ મશીનમાં જમા કરવા જવાનું કહે છે તેમજ ગ્રાહકોને કહેવામાં આવે છે કે, તમારી પાસે એટીએમ કાર્ડ હોય તો એટીએમ યશિનમાં પૈસા ઉપાડી લો તેમ કહી કાઢી મુકવામાં આવે છે
તેમજ અભણ અને બેંક વહીવટનો અનુભવના ધરાવતા ગ્રાહકોને એક જ કામ માટે વારંવાર ધક્કા ખવડાવે છે એક જ વખત સ્પષ્ટથી માર્ગદર્શન આપવામાં આવતું નથી કર્મચારીઓ દ્વારા અગાઉથી બેંકના કોઈપણ વહીવટ માટે સ્પષ્ટથી કોઈ વસ્તુ લાવવા માટે કેહતા નથી અને વારંવાર ધક્કા ખવડાવી ગ્રાહકોને હેરાન કરી રહ્યા છે.
જ્યારે આજ બેંકના અમુક કર્તવ્ય નિષ્ઠ કર્મચારીઓ બેંકની પ્રામાણિકતા જાળવવા ખંતથી કામ કરી રહ્યા છે અને બેંકની આબરૂ જાળવી રાખી છે ત્યારે આજ બેંકના અમુક કામચોર કર્મચારીઓ બેંકની પ્રતિષ્ઠાને હાનિ પેહાેંચાડી રહ્યા છે. ત્યારે આ બેંકના જાગૃત ગ્રાહકોની માગણી ઉઠવા પામી છે કે, આવા કામચારો કર્મચારીઓ સામે જવાબદારી પૂર્વક કામ કરવાની બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવે.