National

ચૂંટણી ર૦૧૯ : “જ્યારે હું વેસ્ટર્ન કમાન્ડમાં હતો, ત્યારે ૧૦૦ જેટલી સ્ટ્રાઈક થઈ હતી” : કેપ્ટન અમરિન્દરસિંહનો ભાજપ પર ઉપહાસ

(એજન્સી) તા.૯
મોદી સરકારે સરહદ પાર પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓ પર પ્રથમવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને ફગાવતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીને ઈતિહાસના પાઠ ભણવાની જરૂર છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “ભાજપમાં ઈતિહાસની સમજશક્તિનો અભાવ છે, જે પણ વ્યક્તિ સેનાનો ઈતિહાસ જાણે છે, તે આ પણ જાણે છે કે, ભૂતકાળમાં પણ ઘણીવાર આ પ્રકારની સ્ટ્રાઈક થઈ હતી, જ્યારે ૧૯૬૪થી ૧૯૬૭ વચ્ચે હું વેસ્ટર્ન કમાન્ડમાં ફરજ બજાવતો હતો, ત્યારે હું વિચારૂં છું કે, ૧૦૦ જેટલી સ્ટ્રાઈક થઈ હતી, તેમણે આ પ્રકારના હુમલાઓને સર્જિકલ સ્ટ્રાઈક નામ આપી દીધુ. અમે તેમને ક્રોસ બોર્ડર રેઈડ કહેતા હતા.” ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અમરિન્દરસિંહે ૧૯૬૦ના દાયકામાં સેનાની શીખ રેજીમેન્ટમાં ફરજ બજાવી હતી. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “૧૯૪૭માં વડાપ્રધાન કોણ હતા ? ૧૯૬રમાં વડાપ્રધાન કોણ હતા ? ૧૯૭૧માં વડાપ્રધાન કોણ હતા ? અમે પાકિસ્તાનના ભાગલા પાડ્યા. ઈન્દિરા ગાંધીએ આ ભાગલા પાડ્યા, પરંતુ તેમણે કયારેય એમ નથી કીધુ કે, મેં આ કામ કર્યું” તેમણે ફક્ત એટલુ કહ્યું કે, તે ભારતીય સુરક્ષા દળો અને ફિલ્ડ માર્શલ સામ માણેકશાના આભારી છે. તેમણે આ સફળતાઓનો યશ બીજાને આપ્યો, પરંતુ અહીં એક શખ્સ કહી રહ્યો છે કે, તેણે આ બધુ કર્યું, તમે કોણ છો ભાઈ ? આ તમારી સેના નથી. આ ભારતીય સેના છે, જ્યારે કેપ્ટન અમરિન્દરસિંહને ચૂંટણીના પરિણામ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું હતું કે, “અમારી પાર્ટી, અમારૂં યુપીએ-૩ સરકાર બનાવશે.”

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.