શહેરના લાલદરવાજા જિલ્લા પંચાયતની સામેથી પસાર થતી એએમટીએસની બસ નંબર ૩૩નું અચાનક ચાલતી બસમાં સ્ટીયરિંગ લોક થઈ જતાં બસ જિલ્લા તિજોરી કચેરીની દીવાલ તોડી અડધી અંદર ઘૂસી ગઈ હતી. સદનસીબે બસમાં કોઈ મુસાફર કે દીવાલ પાર કોઈ વ્યકિત ન હોવાથી જાનહાનિ કે ઈજાની ઘટના બની ન હતી. અચાનક સ્ટીયરિંગ લોક થઈ જતાં બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આથી કોઈ મોટું નુકસાન ન થાય તે માટે બસ દીવાલ સાથે અથડાવી મુકતા મોટી દુર્ઘટના થતી અટકી હતી.
AMTS બસનું સ્ટીયરિંગ લોક થઈ જતાં બસ દીવાલમાં ઘૂસી ગઈ

Recent Comments