(એજન્સી) તા.૬
સેન્ટર ફોર વર્લ્ડ યુનિ. રેન્કિંગ્સ (સીડબ્લ્યુયુઆર) દ્વારા આપવામાં આવેલા રેન્કીંગમાં અલીગઢ મુસ્લિમ યુનિ.એ છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો જ્યારે બધી ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં તેણે રરમો ક્રમ મેળવ્યો હતો. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ર૦ર૦માં એએમયુ તેના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહી છે તેમજ તેના શિક્ષણવિદોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળે નોંધ લેવામાં આવી રહી છે. એએમયુના ઉપકુલપતિ પ્રોફેસર તારીક મન્સૂરે કહ્યું હતું કે, આ સમગ્ર એએમયુ માટે સંતોષની ક્ષણ છે. તેમણે યુનિ.ઓના રેન્કીંગમાં આગળ પડતું સ્થાન મેળવવા બદલ ફેકલ્ટીના સભ્યો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે, આ રેન્કીંગ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સામૂહિક અને સતત પ્રયાસોનું પરિણામ છે જેમણે વૈશ્વિક સ્તરે યુનિ.નો દરજ્જો વધારવાનું ચાલુ રાખ્યું છે. ઉપકુલપતિએ કહ્યું હતું કે, આ એક નોંધપાત્ર સફળતા છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, હજી વધુ સારા પ્રદર્શન માટેના પ્રયત્નો ચાલુ રાખવામાં આવે. સીડબ્લ્યુયુઆરના ચેરમેન પ્રોફેસર સલીમ બેગે કહ્યું હતું કે, આ રેન્કીંગ શિક્ષણવિદો, સિદ્ધિઓ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને પ્રકાશનો જેવા માપદંડોના આધારે આપવામાં આવે છે.