(એજન્સી) તા.૨
અલીગઢ સત્ર ન્યાયાલયે પાછલા વર્ષે ૧૫ ડિસેમ્બરે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પરિસરમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) વિરોધ પ્રદર્શનથી સંબંધિત ચાર કેસના મામલાઓમાં ૯ જુલાઈએ ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા આજમગઢથી ધરપકડ કરવામાં આવેલા અએમયુના પૂર્વ વિદ્યાર્થી સહ મુસ્લિમ એક્ટિવિસ્ટ શરજીલ ઉસ્માનીને ૧ સપ્ટેમ્બરે રાત્રે જામીન આપી દીધા.
શરજીલ ઉસ્માનીએ મંગળવારે જેલમાંથી બહાર નીકળતા જણાવ્યું કે, ‘હું તે તમામ લોકો પ્રતિ હૃદયથી આભાર વ્યક્ત કરૂં છું જે મારી માટે સૌથી મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહ્યા તેમણે જણાવ્યું કે, ‘પાછલા બે મહિના પછી આઝાદ થવાની આ ક્ષણ ખૂબ જ સારી લાગી.’ શરજીલ ઉસ્માનીના ભાઈ અરીબ ઉસ્માનીએ ટ્વીટ કરી જણાવ્યું કે, ‘અલ્હમદુલિલ્લાહ, શરજીલભાઈ અલીગઢ જેલથી મુક્ત થઈને પોતાના ઘર સુરક્ષિત પહોંચી ગયા છે. અલ્લાહ તેમને ખુશ રાખે અને તેમનો ત્યાગ સ્વીકાર કરે. અલ્લાહ અમારા તમામ ભાઈઓ અને બહેનોની સુરક્ષા કરે જે અત્યારે પણ અન્યાયપૂર્ણ રીતે કેદમાં છે તે જલ્દી મુક્ત થાય.’ શરજીલ ઉસ્માની મુસ્લિમ વિરોધી કાયદો સીએએ, એનઆરસી, એનપીઆરનો વિરોધ ભાજપના મુખર આલોચક તરીકે કથિત રીતે હિન્દુ રાષ્ટ્રની અધારણાની વિરૂદ્ધ પ્રદર્શનોની આગેવાની અનેક વર્ષોથી કરતા આવી રહ્યા છે. ઉસ્માની એક સ્વતંત્ર સંશોધનકર્તા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ મશકુર અહેમદ ઉસ્માનીએ શરજીલ ઉસ્માનીના જામીનના સંબંધમાં જણાવ્યું કે, ‘સરકાર વિરોધના સ્વરને રોકવાનો પ્રયાસ કરી રહી છે. વિદ્યાર્થી કાર્યકર્તા શરજીલ ઉસ્માનીની વર્તમાન ધરપકડ વર્તમાન સરકારની અધિનાયકવાદી પ્રવૃત્તિને રજૂ કરે છે. ઉસ્માની મુસ્લિમ યુવક છે. ઈસ્લામોફોબિયાના વધતા અને ભારતીય મુસ્લિમોની સતામણીની વિરૂદ્ધ અવાજ ઉઠાવતા આવી રહ્યા છે. તે ભારતમાં મુસ્લિમોના ઐતિહાસિક અને ક્રમબદ્ધ દમનથી ચિંતિત રહે છે. રાજ્યની મશીનરીએ ખાસ કરીને યુવા મુસ્લિમ કાર્યકર્તાઓની વિરૂદ્ધ જે સીએએ વિરોધી વિરોધ સાથે જોડાઈ રહ્યા છે. આ ધરપકડોને પ્રાથમિકતા આપવામાં આવી છે. નાગરિક સમાજમાં વાકપટુ સ્વર આવે છે અને વિદ્યાર્થી સમુદાય દેશમાં ઊભરતી અમલદારશાહી માટે સૌથી મોટું જોખમ છે. શરજીલ ઉસ્માનીની જેમ ધરપકડોનો જોરદાર વિરોધ કરવો જોઈએ અને તેવી વિચારધારાના લોકો જે હાલમાં જેલોમાં કેદ છે તે તમામની ધરપકડોની તાત્કાલિક મુક્ત કરવાની માંગ શરૂ કરવી જોઈએ.
શરજીલ ઉસ્માની પહેલા અનેક સીએએ કાર્યકર્તાઓની ધરપકડ થઈ છે. તેમાં શરજીલ ઈમામ, સફૂરા ઝરગર, ઉમર ખાલીદ, આસિફ ઈકબાલ તન્હા, ચંદ્રશેખર રાવણ અને મીરાન હૈદર સહિત જેવા નામ સામેલ છે. વિદ્યાર્થી તેને સરકારની દમનકારી નીતિ માની રહ્યા છે.
થોડાક કલાકો પહેલા જ શરજીલ ઉસ્માની ઉપરાંત કફીલ ખાન, દેવાંગના કલીતા અને એએમયુ વિદ્યાર્થી નેતા ફરહાન જુબેરીના જામીન થઈ ચૂક્યા છે. સંપૂર્ણ દેશના શાંતિપ્રિય લોકો મિશન હૈદર, ગુલફિશા ફાતિમા, આસિફ ઈકબાલ તન્હા, શરજીલ ઈમામ તેમજ અન્યના મુક્ત થવાની રાહ જોઈ રહ્યા છે.
Recent Comments