અલીગઢ મુસ્લિમ યુનિ.ના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ માગણી કરી છે કે, એમના વાહનોને પોલીસ દ્વારા કરાયેલ નુકસાની સંદર્ભે વળતર ચૂકવવામાં આવે. એમણે જણાવ્યું હતું કે, ૧પમી ડિસેમ્બરે પોલીસ અને આરએએફની ટીમો કેમ્પસમાં આવી ચઢી હતી અને એવી મિલકતોને નુકસાન પહોંચાડયો હતો. વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, જેમ તમોએ તોફાનો દરમિયાન જાહેર અને ખાનગી મિલકતોને થયેલ નુકસાનની ભરપાઈ માટે લોકોને નોટિસો મોકલી રહ્યા છો અને એમની મિલકતો જપ્ત કરી હરાજી કરાવી રહ્યા છો. એ જ રીતે અમે અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ અને આરએએફ દ્વારા કરાયેલ અમારા વાહનોના નુકસાન માટે વળતર ચૂકવવા ગોઠવણ કરશો. એમણે સીસીટીવી ફૂટેજનો હવાલો આપ્યો હતો જેમાં દર્શાવાઈ રહ્યું છે કે, પોલીસો યુનિ. કેમ્પસમાં મૂકેલ વાહનોની તોડફોડ કરી રહ્યા છે. પત્ર લખનારે જણાવ્યું છે કે, જેમ કે તમે રાજ્યના વાસી છો એથી તમારી ફરજ છે કે, તમે વળતર અપાવો. એએમયુમાં થયેલ તોફાનોની તપાસ કરવા ત્રણ વકીલોની આગેવાની હેઠળ સત્ય શોધક કમિટી ગઈ હતી. એમણે જણાવ્યું કે, કેમ્પસમાં પાર્ક કરાયેલ વિદ્યાર્થીઓના વાહનોની પોલીસે તોડફોડ કરી હતી.
AMUના વિદ્યાર્થીઓએ યોગી સમક્ષ પોલીસ દ્વારા કરાયેલ નુકસાન સામે વળતર આપવા માગણી કરી

Recent Comments