વડાપ્રધાન મોદીની સભા ટાણે દેખાવો

વડાપ્રધાન મોદીની ભાવનગર ખાતેની સભામાં કાળાવાવટાં ફરકાવી વિરોધ દર્શાવવાનું આયોજન કરી રહેલાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.
(તસવીર : મુસવ્વીર કાઝી, ભાવનગર)

(સંવાદદાતા દ્વારા)
ભાવનગર/ગાંધીનગર, તા.૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજા દિવસે પણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરતા ચાર જાહેર સભાઓ સંબોધી હતી. સૌરાષ્ટ્રમાં ભાવનગર, જામનગર અને જૂનાગઢ ખાતે જાહેરસભાઓ સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાવનગરમાં અનામત મુદ્દે કોંગ્રેસને ઘેરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, અનામતની લોલીપોપ લઈને આવનાર કોંગ્રેસને ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. કોંગ્રેસ ગપ્પાં મારવાનું બંધ કરે, કોંગ્રેસને સમાજની તથા પાટીદારોની એકતા ખૂંચે છે તેઓ ગુજરાતને વેર-વિખેર કરી રહ્યા છે. ધરમપુરમાં સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી પહોંચ્યા હતા. સભામાં હાજર વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાને કેશુભાઈ પટેલ તેમજ હરિસિંહ ગોહિલ પાસેથી રાજનીતિના પાઠ શીખ્યા હવાનું જણાવ્યું હતું. અહીં વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદી જણાવ્યું કે, યુપીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા બાદ હિમાચલમાં પણ કોંગ્રેસની હાર નક્કી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અનામતની લોલીપોપ આપનાર કોંગ્રેસને ગુજરાતની જનતા ઓળખે છે તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું કે, અનામતની લોલીપોપ આપનાર કોંગ્રેસને ગુજરાતની જનતા ઓળખે છે તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું કે, ર૦૦૭માંં સિબ્બલે તેમને જેલમાં પૂરી દેવાની વાત ઉચ્ચારી હતી. પરંતુ કોંગ્રેસ હજુ સુધી તેમનું કાંઈ બગાડી શકી નથી. ખોટી વાતોની વકીલાત કરવાની બધી જ જવાબદારી કોંગ્રેસ કપિલ સિબ્બલને સોંપે છે. એજ કપિલ સિબ્બલ ગુજરાત આવીને હમણા અનામત અંગે નવી ખોટી વાત કહી ગયા. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ચિત્રા પાસે જાહેર સભા કરવા આવી પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પાલિતાણા ખાતે થયેલી ‘‘માનગઢ હત્યાકાંડ બાદ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજના રોષ સંદર્ભે જણાવ્યું હતું કે, ભાવનગરના ક્ષત્રિય રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સમગ્ર ભારતમાં સૌ પ્રથમ એક પટેલ જેમ કે સરદાર પટેલ અને ક્ષત્રિય સમાજના ભાઈચારાની ઉમદા મિસાલ છે. સ્વભાવિક જ રાહુલ ગાંધી અને કોંગ્રેસના વંશવાદ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના દેશના દુશ્મનો તરફ કૂણી લાગણી રાખે છે અને કાશ્મીરનો એકમાત્ર પ્રશ્ન પણ નહેરૂએ ઉકેલવમાં કાચુ કાપ્યાનું જણાવતા મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ અંગ્રેજો પાસેથી ભાગલા પાડો રાજકરોની નીતિ અપનાવી છે. નોટબંધીમાં લોકોને તકલીફ પડી નથી કેમ કે લોકોએ કોઈનું ખોટું કર્યું નથી. જ્યારે એક વર્ષ થવા છતાં કોંગ્રેસની આંખમાંથી આંસુ સુકાતા નથી. કોંગ્રેસ ભાજપનો અપ્રચાર કરે છે અને જુઠ્ઠાણાઓ ચલાવે છે અને ગુજરાતીઓને ભરમાવવાનો પ્રયાસ કરે છે. ગાંધી પરિવારે ઉત્તરપ્રદેશની જનતા તરફ હંમેશા કર્લષ દાખવ્યું. યુ.પી.ની જનતાએ તેમને જાકારો આપ્યો છે. ત્યારે ગુજરાતમાં તેમની ઉપર કોઈ ભરોસો કરે તેમ નથી. તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું નરેન્દ્ર મોદીની જાહેર સભા પૂર્વે ક્ષત્રિય અને પાટીદારો નારાજગી દર્શાવવા કાળા વાવટા ફરકાવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને ‘પાસ’ના કન્વિનર નીતિ ઘેલાણી લઘુમતી સમાજના આગેવાન શબ્બીર ખલાણી, માલધારી સમાજના દિલીપભાઈ બુધેલિયા તથા ૭૦ જેટલ લોકોને સભા સ્થળ પહોંચે તે પહેલા અટકાયત કરી કાર્યક્રમ પૂર્વે જ તેને નાકામ બનાવ્યો હતો.