(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૫
આંકલાવ તાલુકાનાં હળદરી પાટીયા નજીક આસોદર વાસદ માર્ગ પર આજે મોેડી સાંજનાં સુમારે પુરપાટ ઝડપે જતી એસટી બસનાં ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા મોટર સાયકલ સવાર પિતા પુત્રીને ગંભીર ઈજાઓ થતા થતા ધટના સ્થળેજ મોત નિપજયું હતું જયારે પાછળ બેઠેલા માતા પુત્રને ગંભીર ઈજાઓ થતા ત્વરીત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડાયા છે.
મળતી વિગતો અનુસાર પેટલાદ તાલુકાનાં મોગર ગામનાં સંજયભાઈ પરમાર પોતાની પત્ની શાંતાબેન તેમજ પુત્ર અમિત ઉ.વ.૧.૫ વર્ષ,પાંચ વર્ષની વયની દિકરીને લઈને પોતાની મોટર સાયકલ પર સબંધીનાં ધરે જઈ રહ્યા હતા ત્યારે વાસદ આસોદર માર્ગ પર હળદરી પાટીયા પાસેથી મોટર સાયકલ પસાર થઈ રહી હતી ત્યારે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી એસ ટી બસનાં ચાલકએ મોટર સાયકલને ટક્કર મારતા મોટર સાયકલ પર સવાર સંજયભાઈ તેમનાં પત્ની અને બે બાળકો ઉછળીને રોડ પર પટકાતા જેમાં સંજયભાઈ તેમજ આગળ બેઠેલી તેઓની પાંચ વર્ષની વયની દિકરીને ગંભીર ઈજાઓ થતા ધટના સ્થળે જ મોત નિપજયું હતું જયારે પાછળ બેઠેલા પત્ની શાંતાબેન અને તેમનાં હાથમાં રહેલા દોઢ વર્ષની વયનાં પુત્ર અમિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી,અકસ્માત સર્જયા બાદ એસટી બસનો ચાલક એસ ટી બસ ધટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો,આ ધટનાને લઈને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ની એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સવાન આવી પહોંચતા ગંભીરપણે ધવાયેલા માતા પુત્રને ત્વરીત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા આંકલાવ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવ અંગે મૃતકનાં પરિવારજનોને જાણ કરી હતી,પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.