(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૮
જેએનયુ અને અમદાવાદમાં એબીવીપી દ્વારા એનએસયુઆઈના કાર્યકરો પણ કરાયેલા હુમલાના વિરોધમાં આજે આણંદ ટાઉન હોલ પાસે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શન કરી હુમલાખોર એબીવીપીના કાર્યકરો સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આણંદ ટાઉન હોલ પાસે આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના ઉપક્રમે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય કાંતીભાઈ સોઢાપરમાર,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર,યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અલ્પેશ પુરોહિત,યુથ કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સાવજસિંહ ગોહીલ, એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી ચેતના રોય, હાર્દિક વસાવા સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા તાજેતરમાં જેએનયુમાં એબીવીપી અને હિન્દુ રક્ષામંચ દ્વારા હુમલો કરી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાનો તેમજ અમદાવાદમાં એબીવીપી કાર્યાલયની સામે પ્રદર્શન કરી રહેલા એનએસયુઆઈના પ્રદેશના નેતાઓ અને કાર્યકરો પણ એબીવીપીનાં કાર્યકરો દ્વારા લાકડીઓ વડે હીંચકારો હુમલો કરી માર મારવાની બનેલી ઘટનાના વિરોધમાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
આ અંગે આણંદનાં ધારાસભ્ય કાંતીભાઈ સોઢાપરમારએ જણાવ્યું હતું કે જેએનયુમાં બનેલી ધટનાનાં વિરોધમાં શાંત દેખાવો કરી રહેલા એનએસયુઆઈનાં કાર્યકરો પર એબીવીપીનાં ગુંડાઓ દ્વારા પોલીસની હાજરીમાં લાકડીઓ વડે હુમલો કરી બેફામ માર મારી ગુજરાતમાં ગુંડારાજ ચાલી રહ્યું હોવાનો અહેસાસ કરાવ્યો છે.તેમજ પોલીસ દ્વારા પણ એકતરફી વલણ અપનાવી લાકડીઓ લઈ હુમલો કરી રહેલા એબીવીપીનાં ગુંડાઓને અટકાવવાનાં બદલે એનએસયુઆઈનાં કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો છે,ત્યારે પોલીસ દ્વારા એબીવીપીનાં કાર્યકરો સામે તાકીદે ગુનો નોંધવાની માંગ કરી હતી.
આ અંગે એનએસયુઆઈની પ્રદેશ મહામંત્રી ચેતના રોય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એબીવીપીનાં ગુંડાઓ દ્વારા જે રીતે એનએસયુઆઈનાં કાર્યકરો પર હુમલો કરીને માર મારવામં આવતા એનએસયુઆઈનાં કાર્યકરો ધાયલ થયા છે,જેને અમો સખ્ત સબ્દોમાં વખોડી કાઢીએ છીએ,અને આ અખીલ ભારતીય ગુંડા પરિષદ સામે ગાંધી ચીંધ્યા માર્ગે અમે લડતા રહીશું,તેમજ પોલીસે પણ હિંસા રોકવાનાં બદલે જે રીતે એબીવીપીનાં કાર્યકરોને સાથ આપીને એનએસયુઆઈનાં કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો છે,ત્યારે પોલીસે પણ પોતાની ફરજ પ્રમાણિકતાથી અને કોઈ રાજકીય પક્ષનો હાથે બન્યા વગર હિંસાને રોકવા માટે પગલા ભરવા જોઈએ તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ યુથ કોંગ્રેસનાં મહામંત્રી અલ્પેશ પુરોહિત,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર,યુથ કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સાવજસિંહ ગોહીલ,જિલ્લા લધુમતી ડીપાર્ટમેન્ટનાં પ્રમુખ યુનુસભાઈ મુખી,કાઉન્સિલર સહીદાબેન વ્હોરા,જતિન દવે,સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ-NSUI કાર્યકરો પર કરાયેલ હુમલાના વિરોધમાં આણંદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Recent Comments