(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૮
આણંદ શહેરમાં ગ્રીડ પાસે આવેલી કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુંર્ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયને આજે એક વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા આઠમી નવેમ્બરને કાળા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો અને જે અંતર્ગત આજે આણંદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ કોંગ્રેસના મંત્રી એમ.જી.ગુજરાતી, નગરપાલિકાના વિપક્ષના દંડક કેતન બારોટ, કાઉન્સિલર સઈદાબેન વ્હોરા, પૂર્વ કાઉન્સિલર વિપુલ મેકવાન, પ્રતીક પરમાર, આણંદ શહેર કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ ઐયુબભાઈ બતોલા, આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર સહિત કોંગ્રેસના કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી તેમજ નોટબંધીના અણધડ અને દિશાવિહીન નિર્ણયના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ પઢિયારે કહ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારની અણધડ અને દિશાવિહિન આર્થિક નીતિના કારણે રાતોરાત દેશનાં ૧રપ કરોડ નાગરિકો પર નોટબંધીનો નિર્ણય થોપી દેવામાં આવ્યો હતો. આ પ્રસંગે સલીમસા દીવાન, આણંદ નગરપાલિકા વિપક્ષના નેતા ઈદ્રીશભાઈ ઉર્ફે ભાણાભાઈ, સીરાજ દીવાન, મહેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.