(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૮
કેન્દ્ર સરકારની શ્રમજીવી વિરોધી નીતિને લઈને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન અને ગુજરાત ફેડરેશન ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રીયવ્યાપી હડતાળના એલાનના સમર્થનમાં આજે આણંદ શહેર સહિત વિવિધ બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જેને લઈને બેંકિંગ કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી. જ્યારે એલઆઈસી, ઈન્કમટેક્ષ કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ પણ હડતાળમાં જોડાતા એલઆઈસી અને ઈન્કમટેક્ષની કામગીરી પણ આજે ઠપ્પ થઈ જવા પામી હતી.અને કચેરીઓ માં સુનકાર જોવા મળી રહ્યો હતો.
એલઆઈસી કચેરીની બહાર આજે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ ઈન્કમટેક્ષના જોઈન્ટ કાઉન્સીલ ઓફ એક્શન દ્વારા ઈન્કમટેક્ષ વિભાગના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષના ચેરમેનને પત્ર લખીને જુદા જુદા દસ મુદ્દાઓની માંગણીઓ રજુ કરી હતી. જેમાં તેઓએ ખાનગીકરણનો વિરોધ કર્યો હતો.
આજે આણંદ શહેરમાં દેના બેંક, સીન્ડીકેટ બેંક, પંજાબ એન્ડ સીંઘ બેંક, ઓરીએન્ટન્લ બેંક ઓફ કોમર્સ, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક સહિતની બેંકની શાખાઓ આજે હડતાળમાં જોડાઈ હતી. જેને લઈને આ બેંકોમાં બેંકિંગ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.જેને લઈને વેપારીઓનાં ચેકોનું કલીયરીંગ પણ અટકી ગયું હતું,