(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૪
ઉંટવાડા ગામે રહેતા મહેશભાઈ ચુનીભાઈ પરમારને સહીત ત્રણેય મિત્રો મોટર સાઈકલ લઈને નજીકમાં આવેલ સાંઠ ગામના વાઘરીવાસમા ચીકનનો ધંધો કરતા નટુભાઈ મણીભાઈના ઘરે ચીકન લેવા હતા જેમાં મહેશભાઈએ ૨૦૦ રૂ।.નાં ચીકનની માંગણી કરેલ પરંતુ નટુભાઈ પાસે પૂરતુ ચીકન ના હોવાથી તેઓએ ૧૫૦ રૂ।નું જ ચીકન થશે તેમ જણાવેલ જેથી મહેશભાઈએ ૨૦૦ રૂપિયાનાં ચિકનની માંગણી કરી હતી અને આ સામાન્ય બાબતે નટુભાઈ અને મહેશભાઈ વચ્ચે વચ્ચે બોલાચાલી થતા નટુભાઈ ના ભાઈઓ ે ભૂપતભાઈ મણીભાઈ તથા કાન્તિભાઈ મણીભાઈ વાઘરી ધટના સ્થળે દોડી આવ્યા હતા અને લાકડીઓ તેમજ લોંખડની પાઈપો લઈ ત્રણેય મિત્રો પર તુટી પડેલ જેમા નટુભાઈએ મહેશભાઈના માથાના ભાગે લોખંડની પાઈપનો ફટકો મારતા મહેશ જમીન પર ઢળી પઠેલ અને પછી બધા ભેગા મળીને મહેશને બાજુમા આવેલ આર.સી.સી રોડ પર ઢસડી ગયા હતા અને લાકડીઓ તેમજ લોંખડની પાઈપ વડે માર મારી કરપીણ હત્યા કરી હતી, જેથી આ બનાવ અંગે કમલેશભાઈએ તારાપુર પોલીસને જાણ કરતાં તારાપુર સહિત ખંભાત ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચીને રાત્રીના ૧૨ઃ૩૦ કલાકે પંચનામુ કરી મહેશની લાશ ને તારાપુર ના સરકારી હોસ્પીટલમાં પી.એમ અર્થે લાવેલ અને સમગ્ર મામલે ઉંટવાડાના કમલેશભાઈ બુધાભાઈ પરમારની ફરિયાદના આધારે સાંઠના વાઘરીવાસ ના રહેવાશી નટુભાઈ મણીભાઈ વાઘરી ,ભૂપતભાઈ મણીભાઈ વાઘરી તથા કાન્તિભાઈ મણીભાઈ વાઘરી નાઓ વિરૂદ્ધ ઈ.પી.કો ૩૦૨,૩૨૪,૫૦૪,૧૧૪ મુજબ હત્યાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા,પોલીસે આજે બપોરે મૃતદેહનું તારાપુરની હોસ્પીટલમાં પોષ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ તેનાં પરિવારજનોને સુપ્રત કર્યો હતો.