આણંદ ખાતે એક સાથે ૨૦૧૯ લોકોને સંગીત થેરાપી આપીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરતા ડા.હરીસ ગેરસોમ દ્રષ્યમાન થાય છે.

(તસ્વીર : બુરહાન પઠાણ,આણંદ)

 

(સંવાદદાતા દ્વારા)        આણંદ,તા.ર૪

આણંદ શહેરમાં સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ કેમ્પસ ખાતે યોજાયેલા મ્યુઝિક થેરાપી કાર્યક્રમમાં  આજે વલ્લભવિદ્યાનગરના ડો. હરીશ ગેરશોમએ એક સાથે ર૦ર૯ વ્યકિતઓને સંગીત થેરાપી આપી હતી અને એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોમાં સંગીત થેરાપી આપી હવે તેઓ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે પોતાનો દાવો નોંધાવશે. વલ્લભવિદ્યાનગરના ડો. હરીશ ગેરશોમ લોખંડની કરવત અને વાંસળી વડે સંગીત થેરાપી આપી લોકોના દર્દ દુર કરે છે. આજે સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ ખાતે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે યોજાયેલા સંગીત થેરાપી કાર્યક્રમમાં ડો.હરીશ ગેરશોમએ એક સાથે ર૦ર૯ વ્યકિતઓને  સંગીત થેરાપી આપી હતી. અને સમગ્ર વિશ્વમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને સંગીત થેરાપી આપવાનો આ પ્રથમ બનાવ હોઈ ડો. હરીશ ગેરશોમ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે પોતાનો દાવો નોંધાવનાર છે. આ પ્રસંગે ડો.હરીશ ગેરશોમએ જણાવ્યું હતું કે લોખંડની કરવતથી નીકળતી સાઉન્ડ ફ્રીકવન્સી ખુબજ ઓછી હોય છે. પરંતુ આ સાઉન્ડ ફ્રીકવન્સીમાં ઉર્જા ખુબજ હોઈ છે. વલ્લભવિદ્યાનગરની વી.પી.એન્ડ આરપીટીપી સાયન્સ કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપક ૭ર વર્ષીય ડો.હરીશ આર ગેરશોમે પોતે વિકસાવેલા સંગીત વાદ્યથી નવતર સંગીતા ચિકિત્સા વિકસાવી છે. જેના નવા સંગીત તેઓનું નામ વર્ષ ર૦૦૩માં લીમકા બુકમાં અને ગીનીઝ બુક ઓફ રેકોર્ડના સભ્ય પદમાં નોંધાઈ ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું વિડીયો શુટીંગ કરી અને ટાઈમ કીપર તરીકે ડો. રાકેશભાઈ પટેલ અને ડો. એસ.પી. સોલંકીએ પોતાની સેવાઓ આપી હતી. જયારે સાક્ષી તરીકે એન.એસ.  પટેલ આર્ટસ કોલેજના આચાર્ય ડો. મોહનભાઈ પટેલ અને એન.એચ. પટેલ કોલેજ ઓફ એજયુકેશનના આચાર્ય  ડો. ડી.યુ. પટેલએ સેવાઓ આપી હતી.