(બુરહાન પઠાણ દ્વારા) આણંદ, તા.૨૪
ઘર વપરાશમાં કે ઓદ્યોગિક ક્ષેત્રમાં વીજ પુરવઠામાં અચાનક વધ ધટ થવાનાં કારણે લાઈટ ડીમ ફુલ થતી હોય છે. જેનાં કારણે વીજ ઉપકરણોને નુકશાન થતું હોય છે. ત્યારે આણંદનાં બી.ઈલેકટ્રીકનાં વિદ્યાર્થી આમીર વ્હોરાએ સંશોધન કરીને સ્વદેશી ઓટોમેટીક પાવર સેકટર કંટ્રોલર બનાવ્યું છે,જેનાં કારણે વિજ પુરવઠામાં વધ ધટની સમસ્યા નિવારી શકાશે તેમજ તેનાથી વિજ ઉપકરણોને નુકશાન થતું અટકશે તેમજ તેનાથી વીજ બીલમાં પણ ધઁણો મોટો ફાયદો થશે,આજે જયારે સરકાર દ્વારા પણ ઉર્જા બચાવો અભિયાન ચાલી રહ્યું છે,ત્યારે આણંદનાં આ મુસ્લિમ યુવાન દ્વારા કરવામાં આવેલા આ સંશોધનથી ઉર્જા બચાવવાને વેગ મળશે.
આણંદ શહેરમાં ભાલેજ રોડ પર આવેલા રહેમત નગરમાં રહેતા આમીરભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરા ન્યુ વલ્લભવિદ્યાનગર ખાતે આવેલી એડીઆઈટી ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કોલેજ ખાતે બી.ઈલેક્ટ્રીકલનો અભ્યાસ કરે છે,જેઓએ પોતાનાં અભ્યાસ દરમિયાન એક પ્રોજેકટ પર કામ કરતા ઉર્જા બચાવવા માટે ઓટોમેટીક પાવર સેકટર કંટ્રોલર બનાવ્યું છે,આ કંટ્રોલર તેઓેેએ સ્વબળે પોતાની આગવી કોઠાસુઝ અને કોલેજમાં અભ્યાસ દરમિયાન મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરીને બનાવ્યું છે.
આમીર વ્હોરાએ જણાવ્યું હતું કે ઓદ્યોગિક ક્ષેત્રે ફેકટરી અને મોટી મોટી કંપનીઓમાં ઈન્ડકટીવ લો વધવાનાં કારણે વીજ પુરવઠામાં વધધટ થવાનાં કારણે લાઈટો ડીમ ફુલ થાય છે,જેનાંથી વિજ ઉપકરણો,મશીનોને નુકશાન થતું હોય છે,અને સતત વીજ પુરવઠો વધ ધટ થતો હોવાનાં કારણે ઉર્જાનો વપરાસ વધે છે,અને ઉર્જાનો વ્યય થતો હોય છે. ત્યારે આ કંટ્રોલર લગાવવાથી તે જાતેજ વીજ પુરવઠાની વધઘટને કંટ્રોલ કરે છે,જેનાં કારણે યાંત્રિક નુકશાન નિવારી શકાય છે.આમીર વ્હોરાએ કહ્યું હતું કે આ એપીએસસી બન્ને પાવરનો ફેજ સીંગલ મેજર કરે છે,ત્યારબાદ તે ડીસ્પલે થાય છે,અને જેટલો પાવર ફેકટર ધટેલો હોય તેને કેપેસીટર બેંક દ્વારા વધારીને સુધારો કરે છે,અને લગભગ નિયમિત કરે છે,જેનાં કારણે જે ઉર્જાની વધારે ખપત થાય છે,તેને અટકાવે છે,અને બીન જરૂરી લોસીસ દુર કરે છે,તેનાંથી ઉર્જાની બચત થાય છે,જેનાંથી વિજળીનાં બિલમાં પઁણ ધટાડો થાય છે,અને જેનાંથી ઈલેક્ટ્રીક યાંત્રિક ઉપકરણોને નુકશાન થતા અટકે છે,અને આવરદા વધે છે.
આમીર વ્હોરાએ કહ્યું હતું કે આ એપીએસસી બન્ને પાવરનો ફેજ સીંગલ મેજર કરે છે,ત્યારબાદ તે ડીસ્પલે થાય છે,અને જેટલો પાવર ફેકટર ધટેલો હોય તેને કેપેસીટર બેંક દ્વારા વધારીને નિયમિત કરે છે. તેનાંથી ઉર્જાની બચત થાય છે,જેનાંથી વિજળીનાં બિલમાં પઁણ ધટાડો થાય છે,અને જેનાંથી ઈલેક્ટ્રીક યાંત્રિક ઉપકરણોને નુકશાન થતા અટકે છે.આમીરએ કહ્યું હતું કે આ પ્રકારનાં ઓટોમેટીક પાવર સેકટર કંટ્રોલર સામાન્ય રીતે દોઢ થી બે લાખમાં તૈયાર થાય છે,પરંતુ સ્વદેશી પદ્ધિતિથી તેઓએ આ કંટ્રોલર માત્ર ચાર લાખનાં ખર્ચમાં તૈયાર કર્યું છે. જેને કોમ્યુટર કે લેપટોપ દ્વારા તેને નિયિંત્રત કરી શકાય છે.આમીર વ્હોરાનાં પિતા ઈસ્માઈલભાઈ અહીં ડેની ચ્હાવાળાનાં નામથી ઓળખાય છે. તેઓએ ચ્હાની દુકાન ચલાવીને પોતાનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણથી સજ્જ કર્યા છે.