(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૫
આણંદ નગરપાલીકાની સામાન્ય સભામાં સત્તાધારી જુથે તેની પ્રણાલી મુજબ માત્ર પાંચ જ મીનીટમા એજન્ડાના ૩૬ કામો બહુમતીથી મંજુર કરી સભા આટોપી લેતા વીપક્ષે હલ્લાબોલ કરી પ્રમુખ અને ઉપપ્રમુખને ઘેરી લઈ ઉગ્ર રજુઆત કરતા સત્તાધારી ભાજપ અને વીપક્ષ કોંગ્રેસના જુથ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેને લઈને પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો.
આણંદ નગરપાલીકાના સભાગૃહમા આજે બપોરે ૧ર કલાકે સામાન્ય સભાનો પ્રારંભ થયો હતો અને એેજન્ડાના પ્રથમ કામનુ વાંચન થતાની સાથે જ સત્તાધારી ભાજપ જુથના સભ્યોએ તમામ કામો મંજુરની બુમો લગાવી સભાપુર્ણ કરી સભાગૃહની બહાર નીકળવા જતા વીપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને હલ્લાબોલ કરી પાલીકા પ્રમુખ મીતાબેન પટેલ અને ઉપપ્રમુખ કાંતીભાઈ ચાવડાને ઘેરી લીધા હતા અને વીકાસના વીવીધ કામો અંગે ઉગ્ર રજુઆત કરી હતી જેને લઈને વીપક્ષ કોંગ્રેસના દંડક કેતન બારોટ અને ઉપપ્રમુખ કાંતીભાઈ ચાવડા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચકયો હતો અને સત્તાધારી જુથ અને વીપક્ષ જુથના સભ્યો વચ્ચે મારામારી સર્જાઈ હતી જયારે આ ઘટનાને લઈને પાલીકા પ્રમુખના પતિ પી સી પટેલ પણ બોર્ડ રૂમમા દોડી આવ્યા હતા અને તેઓએ પણ કેતન બારોટ સાથે મારમારી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે ભાજપના જ પ્રજ્ઞેશભાઈ પટેલ અને વીજયભાઈ માસ્તરે વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાને લઈને પોલીસ પણ દોડી આવી હતી અને મામલાની ગંભીરતાને લઈને મામલો વધુ બીચકે નહી તે માટે વીપક્ષના સભ્યોને પાછળના દરવાજેથી સભાગૃહની બહરા કાઢવામા આવ્યા હતા.
પાલીકાની સભામા સત્તાધારી જુથ અને વીપક્ષ વચ્ચે છુટા હાથની મારામારી સર્જાતા પાલીકાના કર્મચારીઓ અને અધીકારીઓ પણ દોડી આવ્યા હતા અને મામલો ગરમ બન્યો હતો જો કે ત્યારબાદ પોલીસની દરમીયાનગીરીથી મામલો થાળે પડયો હતો.