(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ર૧
દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની ર૮મી પુણ્યતિથી નીમીત્તે આજે આણંદ શહેરમાં જુના જીલ્લા પંચાયત ભવન સ્થીત સ્વ. રાજીવ ગાંધીની પ્રતીમા પર આણંદના ધારાસભ્ય કાંતીભાઈ સોઢા, જીલ્લા પંચાયત પ્રમુખ કપીલાબેન ચાવડા, જીલ્લા પંચાયત કારોબારી સમીતીના ચેરમેન નટવરસીંહ મહીડા, બાંધકામ સમીતીના ચેરમેન વીજ્ઞાત્રીબેન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ પઢીયાર, કેતનભાઈ બારોટ, સહિત અગ્રણીઓએ પુષ્પહાર અર્પણ કરી સ્વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલી અર્પી હતી. આ અંગે ધારાસભ્ય કાંતીભાઈ સોઢાએ જણાવ્યું હતું કે દેશના દિવંગત યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીએ દેશને ર૧મી સદીમાં લઈ જવાનું સ્વપ્ન જોયું હતું અને તેઓએ ટેકનોલોજી દ્વારા દેશને ખુબજ આગળ લઈ જવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. તેમજ દેશમાં ૧૮ વર્ષની વયના યુવાનોને મતાધીકાર પણ તેઓએ આપ્યો હતો. ત્યારે તેઓના વીચારો અને સીદ્ધાંતો આજની યુવા પેઢીમાં પ્રસરે તે માટે આજે તેઓએ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીને યાદ કરી તેઓની પ્રતીમા પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.