(એજન્સી)
નવી દિલ્હી,તા.ર૦
કેન્દ્ર સરકારે દેશમાં વિવિધ રાજ્યોના રાજ્યપાલોની બદલીઓ અને નિમણૂંકો કરી છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉત્તરપ્રદેશના રાજ્યપાલપદે બદલી કરાઈ છે. જ્યારે બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે બિહારના રાજ્યપાલપદે ફગુ ચૌહાણની વરણી કરાઈ છે. જ્યારે પ. બંગાળના રાજ્યપાલ પદે જગદીપ ધનખર અને ત્રિપુરાના રાજ્યપાલપદે રમેશ બૈશની નિમણૂંક કરાઈ છે. નાગાલેન્ડના રાજ્યપાલ પદે આર.એન. રવિની વરણી કરાઈ છે. નવા નિમાયેલા રાજ્યપાલો હોદ્દો સંભાળશે ત્યારથી તેમની નિમણૂંકો અમલમાં આવશે. આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. તેમને ત્યારબાદ મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા હતા. તેમ રાષ્ટ્રપતિ ભવનની યાદીમાં જણાવાયું છે. પ. બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીની મુદ્દત પૂરી થતાં તેમના સ્થાને જગદીપ ધનકડને રાજ્યપાલ બનાવાયા છે. યુપીના રાજ્યપાલ રામ નાઈકની મુદ્દત પૂરી થતાં તેમના સ્થાને આનંદીબેન પટેલની નિમણૂંક કરાઈ છે. લાલજી ટંડન ભાજપના વરિષ્ઠ નેતા છે.

રાજ્ય નવા રાજ્યપાલ

૧. ઉત્તરપ્રદેશ આનંદીબેન પટેલ
ર. પ.બંગાળ જગદીપ ધનખર
૩. મધ્યપ્રદેશ લાલજી ટંડન
૪. ત્રિપુરા રમેશ બૈશ
પ. નાગાલેન્ડ આર.એન. રવિ
૬. બિહાર ફગુ ચૌહાણ