(એજન્સી) હૈદરાબાદ, તા.૧૭
આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લાના નારાજ અને અત્યંત દુખી ખેડૂતોએ વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ૬૭મી વર્ષગાંઠ પર ૬૮ પૈસાના ચેક ભેટમાં આપ્યા હતા.રાયલસીમાએ પણ આ પ્રકારની ભેટ આપી હતી. રાયલસીમા સગુનીતી સાધના સમિતિ (આરએસએસએસ) એ પણ હજારો ચેક ભેગા કરી વડાપ્રધાનને ભેટમાં આપ્યા હતા.આરએસએસએસના અધ્યક્ષ બોજ્જા દસરાહ રેડ્ડીએ આ અંગે જણાવતાં કહ્યું કે, મોટી નદીઓ ક્રિષ્ણા, પેન્ના, તેમજ તેની ઉપનદીઓ તુંગભદ્રા,વેદાવતી, હંદ્રી,અને ચિત્રાવતી,કુંડુ,બહુડામાં દરવર્ષે ૧૦૦૦ ટીએમસી પાણી ભરાય છે.પરંતુ પ્રદેશની પાણી અને અન્નથી ટળવળતી તસવીર વિપરીત કહાની પ્રદર્શીત કરે છે. આટલા પ્રમાણમાં જળ સંગ્રહ થતો હોવા છતાં જળની પક્ષપાતી વહેંચણી દ્વારા સિંચાઈની અપૂરતી માળખાકીય સુવિધાઓને કારણે રાજ્ય દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. તેમણે વધુ જણાવ્યું કેે, વિભાજનનો કાયદો હંદ્રી-નીવા, ગલેરૂ-નાગરી, કડાપામાં સ્ટીલ પ્લાન, ગુંતકાલમાં રેલવે ઝોન, તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને કૃષિ અને આરોગ્ય યુનિવર્સીટીઓની યોજનાઓને પૂર્ણ કરવાનું સપનું જોવામાં આવ્યું છે. આ યોજનાઓને નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવા માટે જળ અને ભંડોળની ફાળવણીમાં વધારો કરવાની ખાતરી આ કાયદામાં આપવામાં આવી હોવા છતાં ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો નથી.