કોડીનાર,તા.પ
કોડીનાર પંથકમાં કિસાનો અને પશુપાલકો છેલ્લા ૩ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસે સરખડી અને ગઈકાલે સુુગર ફેક્ટરી રોડ કોડીનારનાં રસ્તા ઉપર દૂધ ઢોળ્યા બાદ આજે કડવાસણ ગામે આવેલ માહી ડેરીના દૂધ કલેક્શન કેન્દ્ર ચાલુ હોય આજે મોડી સાંજે ખેડૂતોએ ત્યાં પહોંચી જઈ હોબાળો કરી સૂત્રોચારો કરી વિરોધ કરી માહી ડેરી બંધ કરાવી ડેરીમાં લઈને આવેલ દૂધ ખેડૂતોએ રસ્તા ઉપર ઢોળી દઈ આગામી ૧૦ જૂન સુધી જ્યાં સુધી ખેડૂતોની માંગણીના સ્વીકારાઈ ત્યાં સુધી ડેરી ચાલુ ન કરવા ચીમકી ઉચ્ચારતા માહી ડેરીના સંચાલક ભરતભાઈ અને નોંધણભાઈએ કિસાનોની માંગણી અને લાગણીને વશ થઈ દૂધ કલેક્શન કરવાનું બંધ કરી ડેરી બંધ કરી હતી.