અમદાવાદ, તા.૧૭
એલઆરડી ભરતીમાં કોઈનું મનદુઃખ ના થાય એ માટે સુપર ન્યૂમરીથી બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે. તે છતાં આજે બંન્ને વર્ગોનાં અનામત ચાલુ રહ્યાં હતાં. જેથી આજે ગાંધીનગરમાં બંધ બારણે રાજ્ય સરકારે અનામત વર્ગની બેઠક યોજાઇ હતી. જે બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ’અમારા નિર્ણયથી અનામત અને બિન અનામત વર્ગોમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. આજે અનામત વર્ગ પોતાના સાથીદારોને મળીને આંદોલન પૂર્ણ કરશે.’ આજે આ સંદર્ભમાં થોડા પ્રશ્નો હતા તેનો પણ નાયબ મુખ્યમંત્રીને મળીને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જેથી હવે અન્ય સાથીદારો લોકોને મળીને આંદોલનોની પૂર્ણાહુતિ કરશે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. આ સાથે તેમણે પુરુષોનાં આંદોલન અંગે જણાવ્યું કે, ’રાજ્ય સરકારે ઘણાં જ ઉદાર મને મહિલાઓનાં સંદર્ભમાં નિર્ણય લીધો છે. આ મહિલાઓની ભરતીની સંખ્યામાં વધારો કરાયો છે તેથી અમે આ અંગે કંઇ બીજો સુધારો કરવાનાં મતમાં નથી.’ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી સતત ચાલી રહેલા આંદોલનોએ સરકારની બરોબરની કસોટી લીધી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એલઆરડી ભરતી વિવાદ મામલે નિવેડો લાવવા સરકારે બેઠકો વધારી મામલો સમેટી લેવા પ્રયત્ન કર્યો છે. આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, અમારા નિર્ણયથી અનામત અને બિનઅનામત વર્ગોમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.
સરકારના બેઠકો વધારવાની નિર્ણય બાદ પણ આંદોલન પૂર્ણ ન થતાં સરકાર વિમાસણમાં મૂકાણી છે. આંદોલન મામલે બિનઅનામત વર્ગમાં ચર્ચાઓનો દૌર યથાવત રહ્યો છે. બિનઅનામત વર્ગના આગેવાનોની સરકારના મધ્યસ્થીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. જો કે, આંદોલન સમેટવાનો નિર્ણય બિનઅનામત સમિતિ કરશે. બીજી તરફ અનામત વર્ગ પરિપત્ર રદ કરવાની માંંગ પર હજુ મક્કમ રહ્યું છે. આ બધાની વચ્ચે બિનઅનામત વર્ગના દિનેશ બાંભણિયાએ આંદોલન પૂર્ણ થયાની વાત કરી છે. બીજી તરફ અલ્પેશે ઠાકોર સરકારના બેઠકો વધાવાના નિર્ણયને વધાવ્યો છે. જો કે, પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની વાત તેમણે ઉચ્ચારી છે. બીજી તરફ આ મુદ્દે હવે ફેરફાર થશે તો આંદોલન કરીશું. તેવી વાત બાંભણિયાએ મૂકતાં સરકારના નિર્ણયથી હજુ પણ કયાંક અસંતોષ હોય તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે એલઆરડીમાં પુરૂષ કેટેગિરીમાં બેઠકો વધારવા માંગ કરવામાં આવી છે તો આવતીકાલથી ટીએટીના ઉમેદવારો પણ આંદોલન કરશે ત્યારે સરકારની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.
બિનઅનામત વર્ગે આંદોલન સમેટી લીધું અનામત વર્ગનું આંદોલન હજુ પણ યથાવત્ !!

Recent Comments