(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
કેન્દ્રના ધોરણે સવલતો પણ સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પણ લાભો મળવાની માંગણી સાથે નર્સિંગ એસોસીએશનને છેલ્લા ત્રણ દિવસથી નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિગ સટાફે માત્ર એપ્રેન્ટ ધારણ કરી સાદા કપડામાં ફરજ બજાવી આંદોલનનું રણશીંગુ ફૂક્યું છે.
ઓલ ઈન્ડિયા નર્સિંગ એસોસિએશનના અગ્રણી ઈકબાલ કડીવાળાના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયની અમો ગુજરાત સરકાર સમક્ષ વિવિધ માગણીઓ રજૂ કરી રહ્યાં છે. જેમાં કેન્દ્રીય ધોરણે બેઝિક મળવો જાઈએ. વિવિધ ભથ્થા, મેડિકલ સ્ટાઈપેન્ટ પણ કેન્દ્રીય ધોરણે મળવા જાઈએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર તરફથી હકારાત્મક જવાબ નહીં મળતાં છેલ્લા ત્રણ દિવસથી નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ યુનિફોર્મની જગ્યાએ સાધી કપડા પહેરી માત્ર માથે એપ્રેન્ટ ધારણ કરી ફરજ બજાવવામાં આવે છે. અમારી વિવિધ માગણીનો ઉકેલ નહીં આવશે તો આંદોલનને આગળ ધપાવીશું.