(એજન્સી) બર્મા, તા. ૧૮
હોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી એન્જેલિના જોલીએ મ્યાનમારના રોહિગ્યા મુસ્લિમોની સામે લશ્કર દ્વારા આચરવામાં આવેલી હિંસાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી અને દેશની સરકાર અને તેના નેતા તથા નોબેલ પીસ પ્રાઈસ વીજેતા આંગ સાંગ સુ કીને આ મુદ્દે મૌન ન બેસી રહેવાનું જણાવ્યું. જોલીએ વીકલ વેલ્ટ એન્ડ સોન્તંગેને કહ્યું કે સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે લશ્કર દ્વારા આચરવામાં આવી રહેલી હિંસાને તાકીદના ધોરણે અટકાવવાની જરૂર છે અને શરણાર્થીને પરત મોકલવાની મંજૂરી આપવી જોઈએ. રોહિગ્યા મુસ્લિમોને નાગરિક અધિકારો આપવા જોઈએ. તેમણે ઉમેર્યું કે આપણે તમામ શુભેચ્છા વ્યક્ત કરીએ કે આવી કટોકટીમાં આંગ સાન કી માનવધિકારનો અવાજ બની રહેશે. મ્યાનમારમાં ચાલી રહેલી હિંસાને પરિણામે છેલ્લા ત્રણ અઠવાડીયામાં ચાર લાખ જેટલા રોહિગ્યા મુસ્લિમોએ બાંગ્લાદેશમાં શરણ લીધું છે.