મુંબઇ,તા.૧૬
એકબાજુ રિલાયન્સના મુકેશ અંબાણી જિયો સહિતની કંપનીઓમાં સિદ્ધિઓનાં સોપાન સર કરી રહ્યા છે. તો બીજી બાજુ નાના ભાઈ અનિલ અંબાણીની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. બંદ થઈ ચૂકેલી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનનાં ચેરમેન અનિલ અંબાણી સહિત ચાર લોકોએ કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે બીજા ત્રિમાસિકનાં પરિણામો અનુસાર કંપનીને ૩૦ હજાર કરોડની ખોટ થઈ છે. આ કોર્પોરેટ ઈતિહાસમાં વોડાફોન-આઈડિયા બાદ બીજી સૌથી મોટી ખોટ છે.
કંપનીને નિવેદન જાહેર કરતાં કહ્યું કે, અનિલ અંબાણી ઉપરાતં છાયા વિરાની, રાયના કારાની, મંજરી કાકેર અને સુરેશ રંગાચરે રાજીનામું આપી દીધું છે. તેમાં અનિલ અંબાણી, છાયા વિરાની અને મંજરી કાકેરે ૧૫ નવેમ્બરે રાજીનામું આપી દીધું હતું. તો રાયના કારાનીએ ૧૪ નવેમ્બર અને સુરેશ રંગાચરે ૧૩ નવેમ્બરે રાજીનામું આપી દીધું હતું.
આ દિવસોમાં પ્રાઈવેટ સેક્ટર મંદીની માર ખાઈ રહ્યો છે. અનેક મલ્ટિનેશલન કંપનીઓ પર આર્થિક મંદીની અસર સાફ દેખાઈ રહી છે. દેવા હેઠળ દબાયેલી રિલાયન્સ કોમ્યુનિકેશનને જુલાઈ-સપ્ટેમ્બરનાં ત્રિમાસિકમાં લગભગ ૩૦૧૪૨ કરોડ રૂપિયાની ખોટ થઈ છે. સુપ્રીમ કોર્ટના છય્ઇનાં નિર્ણયને પગલે રિલાયન્સ કોમ્યુનિકેશનને આટલું મોટું નુકસાન થયું છે. આ ખોટમાં ૨૩૩૨૭ કરોડ રૂપિયાનું લાયસન્સ ફી અને ૪૯૮૭ કરોડ રૂપિયાની સ્પેક્ટ્રમ ઉપયોગ ફી સામેલ છે.
બીજા ત્રિમાસિક સમયગાળામાં જંગી ખોટ બાદ, અનિલ અંબાણીએ RComના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું

Recent Comments