(એજન્સી) લખનૌ, તા.૪
એ વાત સાચી કે ઉત્તરપ્રદેશની સ્થાનિક ચૂંટણીઓ-ર૦૧૭ના પરિણામો બાદ ભાજપ પોતાના વિજયની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ આ ચૂંટણી જંગમાં ભાજપે મહત્તમ બેઠકો જીતી નથી. ભાજપ ખુશ એટલા માટે છે કારણ કે નગર નિગમોમાં મેયર પદની ૧૬ બેઠકો પૈકી ૧૯ પર ભાજપનો વિજય થયો છે, પરંતુ આંકડા દર્શાવે છે તેમ હકીકત એ છે કે, ઉત્તરપ્રદેશની ર૦૧૭ની સ્થાનિક ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારોએ મહત્તમ બેઠકો જીતી છે. અપક્ષોએ નગર પંચાયતો અને નગરપાલિકા પરિષદોમાં ભાજપને પાછળ રાખી દીધા છે.
નગર પંચાયતના સભ્યો : ભાજપ વિરૂદ્ધ અપક્ષ ઉમેદવારો
નગર પંચાયતોના સભ્યોની કુલ ૪૩૩ બેઠકોમાંથી, અપક્ષોએ ૩,૮૭પ એટલે કે ૭૧.૩૧ ટકા બેઠકો જીતી છે. જ્યારે તેની સામે ભાજપને માત્ર ૬૬૪ બેઠકો એટલે માત્ર ૧ર.ર૦ ટકા બેઠકો જ મળી છે. અખિલેશ યાદવના વડપણ હેઠળ સમાજવાદી પાર્ટીને ૪પ૩ બેઠકો એટલે કે કુલ બેઠકોના ૮.૩૪ ટકા બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ ૧ર૬ બેઠકો મળી છે.
નગર પંચાયતોમાં અધ્યક્ષો
નગર પંચાયતોમાં અધ્યક્ષોની કુલ ૪૩૮ બેઠકો છે. અપક્ષોને ૧૮ર બેઠકો એટલે કે ૪૧.પપ ટકા અને ભાજપને ૧૦૦ એટલે રર.૮૩ બેઠકો મળી છે.
નગરપાલિકા પરિષદો
નગરપાલિકા પરિષદોમાં અન્ય પક્ષો કરતા વિપક્ષોની કામગીરી પણ વધુ સારી રહી છે. ૧૯૮ નગરપાલિકા પરિષદોના પ,ર૬૦ વોર્ડમાંથી અપક્ષોએ ૩,૩૮૦માં વિજય મેળવ્યો છે. જે ૬૪.રપ ટકા જેટલું થવા પામે છે. જ્યારે ભાજપને ૯રર બેઠકો એટલે કે ૧૭.પ૩ ટકા બેઠકો મળી છે.
૧૯૮ નગરપાલિકા પરિષદોના કુલ અધ્યક્ષ પદ માટેની બેઠકોમાંથી ભાજપને ૭૦, સમાજવાદી પાર્ટીને ૪પ અને અપક્ષોને ૪૩ બેઠકો મળી છે.
મ્યુનિસિપલ કોર્પોરેટર્સ
૧,ર૯૯ મ્યુનિસિપલ કોર્પોરેટર્સની બેઠકોમાંથી ભાજપનો પ૯૬ બેઠકો પર વિજય થયો છે, જ્યારે રર૪ બેઠકો અપક્ષોને મળી છે. એ વાત નોંધનીય છે કે, અપક્ષોને સપા, બસપા અને કોંગ્રેસ કરતા વધુ બેઠકો જીતી છે.
કોંગ્રેસે ઉત્તરપ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ) સાથે ચેડાં થયાનો આક્ષેપ કર્યો છે કે, જેના કારણે મેયર પદની ૧૬ બેઠકોમાંથી ભાજપનો ૧૪ પર વિજય થયો છે. નગર નિગમોમાં મેયર પદની ચૂંટણી ઈવીએમ દ્વારા યોજાઈ હતી, જ્યારે નગરપાલિકા પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણી માટે બેલેટ પેપર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.