(એજન્સી) શાહજહાંપુર,તા.૮
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માસૂમ વિદ્યાર્થીને મારવાનો મામલો સામે આવ્યો છે. શિક્ષકની મારથી કેજીમાં ભણતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ. પિતાએ સ્કૂલના પ્રિન્સિપાલથી આ મામલે ફરિયાદ કરી તો તેમણે સારવાર કરાવવા આશ્વાસન આપ્યું. પિતા પોતાના પુત્રને લઇ લખનૌ મેડિકલ કોલેજ પહોંચ્યા તો ડૉક્ટરોએ જણાવ્યું કે, બાળકની આંખની રોશની લગભગ જતી રહી છે. જેથી તેને નિકાળવી પડશે. મુશ્કેલીમાં ઘેરાયેલ પિતા સહપરિવાર સાથે કલેકટર ઓફિસમાં ધરણા પર બેસી ગયા. તેનું કેહવું છે કે આરોપી શિક્ષકની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાવ્યાની સાથે તેના પુત્રની સારવાર કરવામાં આવે. આ ઘટના શાહજહાંપુર જિલ્લાના રોજા ક્ષેત્રના રાહીમપુર ગામની છે. રામસિંહે જણાવ્યું કે, તેનો સાત વર્ષનો પુત્ર લવકુશ ગામની ઉર્મિલા દેવી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં કેજીમાં ભણે છે. ૨૫ જુલાઈના રોજ સ્કૂલમાં ભણાવતા શિક્ષકે તેના પુત્રને એટલા માટે માર માર્યો કે, તે પોતાનું નામ નથી લખી શક્યો. શિક્ષકના હાથમાં પેન હતી મારતાં સમયે એ પેન બાળકની આંખમાં ઘુસી ગઈ તેની આંખ માંથી લોહી વહેવા લાગ્યું. રામસિંહે જણાવ્યું કે, સ્કૂલ પ્રબંધકે તેઓને બોલાવ્યા અને શિક્ષક અને પ્રિન્સિપાલએ કાર્યવાહી ન કરવાની શરતે સારવાર કરાવવા આશ્વાસન આપ્યું. પેહલા સીતાપુર હોસ્પિટલ મોકલવામાં આવ્યા ત્યારબાદ હાલત ગંભીર જણાતાં લખનૌ મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે, આંખને નિકાળાવી પડશે. જેમાં વધારે ખર્ચ આવશે. આ સાંભળી આરોપી શિક્ષક ત્યાંથી ભાગી ગયો. રૂપિયા ન હોવાને કારણે પરિવાર પણ ગંભીર હાલતમાં બાળકને ઘરે લઈ આવ્યા. રામસિંહનું કેહવું છે કે, તેઓ પુત્રની સારવાર કરાવવા અસમર્થ છે.
બુધવારે ડીએમ ઓફીસ પહોંચ્યા પણ અધિકારી ન મળ્યા. ત્યારબાદ પરિવાર બાળકને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસની તપાસના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીને જિલ્લા હોસ્પિટલ સારવાર માટે મોકલી દેવામાં આવ્યો.હાલમાં પોલીસ આરોપીને ઝડપથી ધરપકડ કરવાની વાત કહી રહી છે.