(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.ર૯
અંકલેશ્વર શહેરમાં સુરતી ભાગોળ વિસ્તામાં ઓએનજીસી અંકલેશ્વર દ્વારા સી.એલ.આર. યોજના હેઠળ રર લાખના ખર્ચે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજના કામો કરાશે.
અંકલેશ્વર શહેરના આદિવાસી વિસ્તાર એવા સુરતી ભાગોળમાં વર્ષોથી જ્યાં ડ્રેનેજ સિસ્ટમ નહોતી. જે અંગે આ વ્યવસ્થા કરવાની જવાબદારી ઓએનજીસી અંકલેશ્વર દ્વારા સ્વચ્છ ભારત પખવાડિયા અંતર્ગત આજરોજ સ્વીકારતા જેનો રર લાખનો ખર્ચ ઉઠાવતા આ વિસ્તારના પ્રજાજનોમાં ભારે આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
આ પ્રસંગે ઓએનજીસી અંકલેશ્વરના એક્ઝી. ડાયરેક્ટર પી.કે. દિલીપ તથા રાજીવ શર્મા હેડ એચ.આર.જનરલ મેનેજર ભાસ્કર બટાઈ ઈન્ચાર્જ સી.એલ.આર. નશીર શેખ તથા મ્યુ.સભ્ય જહાંગીરખાન પઠાણ, યુનુશ શેખ, ઝરીનાબેન, વિનય વસાવા, ચેતન પટેલ, સતીષ વસાવા, નજુભાઈ, મૌલાના ઈસ્માઈલ માંકરોડ, નઝીરભાઈ, નગરપાલિકાના એન્જિ. અલ્કેશ અમદાવાદી અર્જુન વસાવા, માજી મ્યુ.સભ્ય મંગીબેન વસાવા સહિત સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં હાજર રહીને ઓએનજીસીના અધિકારીઓનું ફૂલહારથી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ઓએનજીસી એકઝી. ડાયરેક્ટર પી.કે. દિલીપે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે ઓએનજીસી જરૂરતમંદ દરેક વિસ્તારોમાં વિકાસ અંગે કાર્યક્ષમ છે અને શહેરના અન્ય ભાગોમાં પણ પોતાની જવાબદારી નિભાવશે.
રાજીવ શર્મા જનરલ મેનેજર એચ.આર.હેડે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે ઓએનજીસી દ્વારા અમે દરેક વિસ્તારોમાં પાયાની જરૂરિયાતો પૂરી પાડીએ છીએ. આ વાતને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મ્યુ. સભ્ય જહાંગીરખાન પઠાણે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આ આદિવાસી વિસ્તારમાં પહેલાં પણ ઓએનજીસી દ્વારા ઘણા વિકાસના કામો થયા છે અને આજે રર લાખ જેવી માતબર રકમ ડ્રેનેજ માટે ફાળવતા હું આનંદની લાગણી સાથે ઓએનજીસીના તમામ સહકારીઓનો આભારી છું.
અંકલેશ્વરની સુરતી ભાગોળમાં ONGC દ્વારા રર લાખના ખર્ચે ડ્રેનેજના કામો કરાશે

Recent Comments