(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.ર૦
અંકલેશ્વર ONGC દ્વારા તારીખ ૧૬ જુલાઈથી ૩૧ જુલાઈ દરમિયાન સ્વચ્છતા પખવાડિયુ ઉજવવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત ONGCના એસેટ મેનેજર પી.કે.દિલીપ, ONGCના એચઆર જનરલ મેનેજર આર.કે. શર્મા સહિતના અધિકારીઓની ટીમ તેમજ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા વોર્ડ નંબર ૯માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યંુ હતું.
આ પ્રસંગે ONGC દ્વારા સીએસઆર હેઠળ વોર્ડ નંબર ૯માં ટોયલેટ તેમજ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે તેમ એસેટ મેનેજર પી.કે. દિલીપે જણાવ્યું હતું, વધુમાં ૨૦૦ જેટલા ડસ્ટબીનનું વિતરણ પણ ONGC દ્વારા કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમ દરમ્યાન ONGCના એસેટ મેનેજર પી.કે.દિલીપ, જી.જી.એમ. એ.કે. સિંહા, ઉમેશ રાઉલ, એસ.એસી.એસ.ટી સેલના રોહીત પટેલ, વોર્ડ નં. ૯ના મ્યુ. સભ્ય શરીફ કાનુગા, રાજેશ વસાવા, નગરપાલિકા સેનિટેશન અધિકારી રઘુવીરસિંહ મહીડા, ઓ.એન.જી.સી.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.