અંકલેશ્વર, તા. ૩
અંકલેશ્વરમાં બે સ્થળેથી ૧૪ જુગારીઓ સાથે ર.૬૮ લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
દરમિયાન ઉમલ્લા પોલીસ મથકની હદમાં પટેલ ફળિયામાં આવેલી જૂની પ્રાથમિક શાળાના ઓટલા ઉપર જૂગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે સ્થળ ઉપર રેડ કરતાં ત્યાં મહેફિલ જમાવીને બેઠેલા જુગારીઓમાં દોડધામ મચી હતી.પોલીસે સ્થળ ઉપરથી ધર્મેશ ચન્દ્રકાંત પટેલ, જીગ્નેશ પરસુત્તમ પટેલ, નિકુંજ ઠાકોર પટેલ, પ્રકાશચન્દ્ર જેન્તી પંડ્યા, અંકુર મુકેશ પટેલ, આશિષ ઠાકોર પટેલ, ચન્દ્રકાન્ત ભરત પટેલ અને જગજીવન ચતુર પટેલ તમામ સ્થાનિક પટેલ ફળિયાના જ રહીશ હોવાનું પોલીસને જણાયુ હતું. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ૧,૦૧,૩૭૦, મોબાઈલ નંગ-૬ જેની કિંમત રૂપિયા ૫૪,૫૦૦, બાઈક નંગ-૬ કિંમત રૂપિયા ૧,૦૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૬૦,૮૭૦નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના નવા કાશ્યા ગામે બાવળના ઝાડ નીચે જુગાર રમાઈ રહ્યો હોવાની બતમી શહેર પોલીસને મળતા પોલીસે રેડ કરતા જુગાર રમતા ભવરલાલ તેલી, જયેશ કાયસ્થ, હાર્દિક ટેલર, શાંતિલાલ પટેલ, નિલેશ કાયસ્થ, રામજી પટેલ તમામ રહેવાસી ભરૂચને ઝડપી પડ્યા હતા. શહેર પોલીસે જુગારના દાવ પર મૂકેલ અને અંગ ઝડતી મળી કુલ ૮ હજાર ૪૦૦ રૂપિયા રોકડા કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.